Posted by: bazmewafa | 02/27/2010
ગઝલ :આજની રાત—શૂન્ય પાલનપુરી
આજની રાત—શૂન્ય પાલનપુરી
મોતનો ડર કે નથી જીવનનો ડર, આજની રાત.
શૂન્ય પામી ગયો આનંદ પરમ આજની રાત.
ભવ્ય કૈં ઓછું નથી આખરી પ્રેમીનું મિલન,
રૂબરૂ આવતાં મુંઝાય છે યમ, આજની રાત.
એમ લાગે છે કે નિકટ કયાંક છે મંઝિલ એની,
ચાલતાં શ્વાસનાં લચકે છે કદમ આજની રાત.
ઝેર આપ્યું તો નથી મારા જીવનને કાળે?
દર્દ ક્યાં થાય છે હમેંશાથી કમ આજની રાત?
અંત હું લાવવા ચાહું છું બધી પીડાઓ,
કોએ આપે નહિ તોબાના કસમ આજની રાત.
પ્રેમને રૂપનું પ્રત્યક્ષ મિલન થાવાદો!
દૂર થઈ જાશે બધા ભેદ ભરમ આજની રાત.
પ્રેમ-વિવેકની હવે તો લાગેછે અવધિ,
નામ કોના અટકે છે કલમ આજની રાત.
કોઈની યાદના નશ્તરની સફળતા દેખો,
’શૂન્ય’ ફાટી ગયા આંખોના જખમ આજની રાત.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શૂન્ય પાલનપુરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shero shayri, Shoonya Palanpuri
આપના પ્રતિભાવ