Posted by: bazmewafa | 01/31/2010
ગઝલ:ઝાંઝવાનો છે અનુભવ—એસ.એસ.રાહી

ઝાંઝવાનો છે અનુભવ—એસ.એસ.રાહી
વૃક્ષની માફક લચી શકતો નથી
પીઢ માળીથી બચી શકતો નથી
સીમમાં પીછાં તો ટહુકે છે છતાં
કાગળો પર ચીતરી શકતો નથી
ઝાંઝવાનો છે અનુભવ તે છતાં
કાફલા સાથે રહી શકતો નથી
ક્યારની વહેતી થઈ છે ચાંદની
એક પડછાયો વહી શકતો નથી
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
આપના પ્રતિભાવ