
હડસન નદીની માછણ—ડૉ.અદમ ટંકારવી
આ તરફ બાગ તે તરફ રણ છે
એ તો આ પણ છે અને તે પણ છે
આમ મન ડોલે કે તન ડોલે, પણ
સાવ ડૉલરિયું એનું સગપણ છે
જોઈ નજદીકથી એનાં મસ્તક
એમ શંકા પડે કે રાવણ છે
ખુલ્લી આંખે કશું દેખાય નહીં
આ મુલ્કનું ય કેવું કામણ છે
આમ છે એ જ સમસ્યાનો ઉકેલ
ને સમસ્યાનું એ જ કારણ છે
આમ બંદૂકથી રમાય નહિ
એને ક્યાં એટલી સમજણ છે
તું ય લખ લખ કરે છે એની ગઝલ
આ અમેરિકા એક વળગણ છે
એને છેડીશ તો ગાળ દેશે, અદમ
એ ય હડસન નદીની માછણ છે
આ તરફ બાગ તે તરફ રણ છે
એ તો આ પણ છે અને તે પણ છે
આમ મન ડોલે કે તન ડોલે, પણ
સાવ ડૉલરિયું એનું સગપણ છે
જોઈ મજદીકથી એનાં મસ્તક
એમ શંકા પડે કે રાવણ છે
ખુલ્લી આંખે કશું દેખાય નહીં
આ મુલ્કનું ય કેવું કામણ છે
આમ છે એ જ સમસ્યાનો ઉકેલ
ને સમસ્યાનું એ જ કારણ છે
આમ બંદૂકથી રમાય નહિ
એને ક્યાં એટલી સમજણ છે
તું ય લખ લખ કરે છે એની ગઝલ
આ અમેરિકા એક વળગણ છે
એને છેડીશ તો ગાળ દેશે, અદમ
એ ય હડસન નદીની માછણ છે
By: kaushik on 02/04/2010
at 2:27 AM