Posted by: bazmewafa | 01/27/2010
હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું—ચન્દ્રકાન્ત બક્ષી

હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું—ચન્દ્રકાન્ત બક્ષી
1970સુધી હું કલકતામાં હતો એટલે ગુજરાતી સાહિત્યના એટલે ગુજરાતી સાહિત્યનાં ઘણાં મહાન લેખકોને મેં જોયા નથી.ન જોયેલા લેખકોનું લિસ્ટ મોટું છે.રામનારાયણ વિ.પાઠક,રમણલાલ વસંતલાલ દેસાઈ, બાદરાયણ,ઝવેરચંદ મેઘાણી,ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ શ્રીધરાણી,કિશોરલાલ મશરૂવાળા,ધૂમકેતુને મેં જોયા નથી.આજે પણ ગુજરાત અને મુંબઈમાં 70-75ની ઉમરનાં દોઢેક ડઝન ગુજરાતી લેખકો અને કથિત લેખકો હયાત છે.પણ એમને જોવાનું બહું મન થતું નથી.જૂની પેઢીના ગુજરાતી લેખકોને લાંબુ જીવવાની અદત છે.ઘણાંખરા એટલ બધા નિર્વ્યસની છે કે યમરાજા પણ એમનાથી દૂર ભાગે છે.
અંગ્રેજીમાંથી મેં ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું એનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજીમાં લખનારો લેખક હિન્દુસ્તાનમાં સારો પત્રકાર બની શકે છે, પણ એની નવલકથા કે કવિતા ભારતની જનતા વાંચતી નથી.હિંદુસ્તાનમાં લખાતું અંગ્રેજી સાહિત્ય જુઠું છે, એ ભાષા જુઠ્ઠી છે.મારી કેટલીય વાર્તાઓ અને લેખો ભારતનાં શ્રેષ્ઠ અંગ્રેજી પત્રોમાં પ્રકટ થતા રહ્યાં છે, પણ મને કયારેય અંગ્રેજીમાં લખવાનું આકર્ષણ રહ્યું નથી.આપણો અનુભવ ગુજરાતી છે.આપણો પ્રેમ ગુજરાતી છે.આપણું રડવું હસવું ગુજરાતી છે.અને અંગ્રેજી વાંચનારો વાંચક બે વફા છે,ગુજરાતી કે અન્ય ભાષીય વાચક વફાદાર છે.અંગ્રેજીમાં લેખકોનું બાળમરણ પ્રમાણ ઘણું વધારે છે.ગુજરાતીમાં વર્ષોથી ઘટિયા કચરો લખનારા લેખકોને પણ વાંચકોની દરિયા દિલીએ જીવતા રાખ્યા છે.અને જે સરસ લખે છે ,જે લોકોનાં દિલ સુધી પહોંચવા ખુશકિસ્મત બન્યા છે,એમને ગુજરાતી વાંચકે કયારેય દગા બાજી કરી નથી.દગા બાજી હંમેશા લેખક વાંચક સાથે કરતો હોય છે.વાંચક ક્યારેય દગાબાજ હોતો નથી.વાચક એટલે ગુજરાતી વાંચક.
બીજું કારણ મારી વાસરિકા,આઠ વર્ષો સુધી લખેલી મેં ડાયરીઓનાં 4500 પાનાં.મારું ગુજરાતી હું એ ડાયરી લખવાના દૈનિક રિયાઝ,દૈનિક બૌદ્ધિક વ્યાયામમાંથી શીખ્યો છું.તરતાં,ઘોડે સવારી કરતાં, રોટલી બનાવતાં ,કીસ કરતાં તમને કોઈ શીખવતું નથી તમારેજ શીખવું પડે છે.હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું.
(બક્ષીનામા,150-151)
Like this:
Be the first to like this post.
હું ગુજરાતીમાં લખતાં મારી મેળેજ શીખ્યો છું.
By: Pancham Shukla on 01/29/2010
at 9:48 AM