Posted by: bazmewafa | 01/25/2010
ઇ.સ. ૧૯૧૭માં બાતક મિયાંએ મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું-એજન્સી, ગુજરાત ટુડે 24જાન્યુ.2010

ઇ.સ. ૧૯૧૭માં બાતક મિયાંએ મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું-(એજન્સી ગુજરાત ટુડે 24જાન્યુ.2010)
પૂર્વ ચંપારણ,તા.ર૪. જો બાતક મિયાં ન હોત તો ભારતનો ઇતિહાસ અલગ જ હોત. ૧૯૯૬માં અભિનેતા ફારૂક શેખે તેમના પરિવારને લખેલા પત્રમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું. આ પત્રમાં ફારૂક શેખે ગુમનામીમાં ખોવાઇ ગયેલા આ રાષ્ટ્રીય હીરો પ્રત્યેના દેશના ઋણની વાત કરી છે.
આજે દેશનો દરેક નાગરિક જાણે છે કે મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસેએ કરી હતી પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે બાતક મિયાં નામના આ રસોઇયાએ મહાત્મા ગાંધીનું જીવન બચાવ્યું હતું. વર્ષ ૧૯૧૭માં બિહારના મોતિહારી જિલ્લાના આ રહેવાસીએ મહાત્મા ગાંધીને ઝેર આપવાથી બચાવ્યા હતા. તે સમયે મહાત્મા ગાંધી પણ એટલા જાણીતા અને
લોકપ્રિય ન હતા. પટણાથી ૧૬૦ કિ.મી. દૂર આવેલા ચંપારણ જિલ્લાના મુખ્યમથકે તેઓ ખેડૂતોની અત્યંત દયનિય સ્થિતીની તપાસ કરવા આવ્યા હતા. ચંપારણનું આંદોલન દેશનો પ્રથમ સત્યાગ્રહ હતો.
ચંપારણ કે સ્વાતંત્ર્ય સેનાની નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઇરવિન નામનો એક બિ્રટિશ મેનેજરે મહાત્મા ગાંધીને સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. ઇરવીને તેના રસોઇયા બાતક મિયાંને ઝેર મિશ્રિત દૂધ પીરસવાનો આદેશ આપ્યો હતો. બાતક મિયાં મહાત્મા ગાંધી પાસે દૂધ લઇને તો ગયા હતા પરંતુ બાપુને ઇરવીનની આખી યોજના જણાવી દીધી હતી. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બનેલા ડો. રાજેદ્રપ્રસાદ પણ તે સમયે ત્યાં હાજર હતા. બાતક મિયાંને દેશભકિતની કિમત ચૂકવવી પડી હતી. તેમનો પૌત્ર
અસલમ અન્સારી કહે છે, મેનેજરે અમારા દાદા પર જુલમો ગુજાર્યા હતા અને તેમને જેલમાં ધકેલી દીધા હતા અમારા ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું અને અમારા પરિવારને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેમનો એક અન્ય પૌત્ર અલ્લાઊદ્દીન અન્સારી કહે છે કે, ‘‘૧૯પ૦માં મોતિહારીની મુલાકાતે આવેલા ડો.. રાજેન્દ્ર પ્રસાદે બાતક મિયાંના પરિવારને ર૪ મેકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. ઘણાં વર્ષો સુધી મારા દાદા જમીન મેળવવા માટે અહીં તહીં ધક્કા ખાતા રહ્યા હતા. બાતક મિયાંનું નિધન ૧૯પ૭માં થયું હતું.
Read Gujarat today_An excellent Gujarati daily with neutral and just coverage
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ