જંબુસરમાં વિશ્વ ઇસ્લામી સાહિત્યના સેમિનાર – મુફતી અહમદ દેવલ્વી
ઇસ્લામીક સાહિત્યના આવવાથી તેના પ્રચાર-પ્રસારથી સમાજમાં સુધારણા થઇ છે
જંબુસર,તા.રર
આજે રોજ જામિઅહ ઊલૂમુલ કુર્આન-જંબુસરમાં વિશ્વ ઇસ્લામી સાહિત્ય મંડળના ત્રિદિવસીય સેમિનારનો ઊદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય વિષય મુહમ્મદ બિન તાહિર પટની તેમજ અન્ય ઊલમાએ ગુજરાતની સાહિત્યિક અને જ્ઞાનલક્ષી સેવાઓ
રાખવામાં આવેલ છે.
પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જામિઅહ ઊલૂમુલ કુર્આન જંબુસરના પ્રમુખ તથા સેમિનારના આયોજક મૌલાના મુફતી અહમદ યાકુબ દેવલ્વીએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલાં ઇસ્લામીક સાહિત્યની ઊણપને લીધે સમાજમાં
બેશરમી, અજ્ઞાનતા બેઅદબી, ખરાબ વ્યવહાર અને કેટલીયે સામાજિક ખરાબીઓ હતી.
ઇસ્લામીક સાહિત્યનાં આવવાથી તેમજ તેનો પ્રચાર-પ્રસાર કરનાર મદ્રસાઓ થકી જ સમાજમાં સુધારણા થઇ છે અને લોકોને યોગ્ય માર્ગે વાળ્યા છે.મૌલાના અબ્દુલ્લાહ હસની
નદવીએ વિશ્વ ઇસ્લામી સાહિત્ય મંડળના પ્રમુખનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાચું સાહિત્ય એ છે કે જે એક માનવને બીજા માનવથી નજીક
લાવે અને ભાઇચારા તથા મદદરૂપ બનવા પ્રેરે મૌલાના અબ્દુલ્લાહ કાપોદ્રવીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્તમાનની તાતી જરૂરિયાત એ છે કે ગુજરાતના મુસલમાનો ઇસ્લામી સાહિત્ય ઊપર કલાસ ચલાવે. તેમણે પોતાની વાતમાં એ ટાંકયું કે
ગુજરાતનાં ઊલમાઓની કિતાબો પ્રિસ્ટન યુનિ. (યુ.કે.)માં સ્થાન પામે છે પરંતુ એ જ કિતાબો આપણા ઘરો કે લાયબ્રેરીમાં જોવા મળતી નથી તો આ બાબતે સહુએ સજાગ બની
ગુજરાતના લેખકોને શોધવા જોઇએ તથા તેમના પુસ્તકોને વાંચીવિચારીને જીવનમાં ઊતારવા જોઇએ.
આ સેમિનારના મુખ્ય મહેમાન ડૉ. ઇબ્રાહીમ મોહંમદ અલ-બસ્તાને જણાવ્યું હતું કે સાહિત્ય એ શિક્ષણ અને સંસ્કાર આપવાનું એક અમૂલ્ય સાધન છે જે સમાજની કાયાપલટ કરી નાંખે છે.
ડૉ.. સઇદુર્રહમાન આઝમી નદવીએ મુસ્લિમ જગતને સાચા સાહિત્ય તરફ વળવા માટે ભાર આપતાં જણાવ્યું હતું કે સાહિત્ય એક મૂડી છે, ખજાનો છે જે આપણને જદગીના સાચા રસ્તા ઊપર લઇ જાય છે. ઇસ્લામી સાહિત્ય દુનિયાનું સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે જે જીવનના દરેક કાર્યોને કેવી રીતે કરવા અને જીવન કેવી રીતે ગુજારવું તેનું સચોટ માર્ગદર્શન આપે છે.
મૌલાના અ.રશીદ ખાનપુરીએ સેમિનારની સફળતા અને દુવાઓ આપતા શુભસંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા મૌલાના યાકુબ કાસમીએ ઊપસ્થિત મહેમાનોનો આભારમાનીને ઊદ્ઘાટન કાર્યક્રમનું સમાપન જાહેર કર્યું હતું. અંતમાં દુવા કરવામાં આવી હતી. આ ઊદ્ઘાટન
સમારોહનું સફળ સંચાલન મૌ.નઝરુલ હફીઝ નદવીએ કર્યું હતું.
આ ઊદ્ઘાટન સમારોહની શરૂઆત કુર્આને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.. ઇબ્રાહીમ મોહંમદ અલ બતશાન (સાંસ્કાૃતિક પ્રતિનિધિ- સઊદી અરેબિયા) પધાર્યા હતા. અન્ય મહેમાનોમાં મૌ. અબ્દુલ્લાહ કાપોદ્રવી મૌ. યાકુબ કાસમી, ડો..સઇદુર્રહમાન આઝમી નદવી તથા સમગ્ર દેશભરમાંથી ઊલમાઓ પ્રોફેસરો, લેખકો, સાહિત્યકારોએ હાજરી આપી હતી.
(ગુજરાત ટુ ડે22જાન્યુ.10 ના સૌજન્યથી)
Seminars are welcome only if we follow them up with some concrete action. All talk and no action is simply waste of time and resources for any person, commnunity or organisation!
We hope to see some positive results in the form of a well equipped library and book shops with selected Islamic books from all over the world, encouraging our families to build up a home library which would encourage our children to read books with the desired results.
By: Mahek Tankarvi on 01/23/2010
at 3:17 PM
સામાજિક અને કોમી સુધારનુ ગયે વર્ષે એક શિબીર સુરતમા યોજાયુ હતુ, આવુ મુસ્લિમોનુ સહિત્ય સમ્મેલન કેમ નથી યોજતુ? સુરતના બિરદરોએ વિચારવા જેવુ
By: Mukund Desai'MADAD' on 02/03/2010
at 10:15 AM