Posted by: bazmewafa | 01/21/2010
ગઝલ:ગંગા ગંગા થૈ ગયા- ચિનુ મોદી’ઇર્શાદ’

ગંગા ગંગા થૈ ગયા- ચિનુ મોદી’ઇર્શાદ’
કૈ ફસાદો કૈં ટંટા થૈ ગયા
એ બધાના આદી બંદા થૈ ગયા.
તું નથી એની પ્રતિતિ થૈ ગઈ
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા.
સાવ સોના જેવો કૈં સબંધ પણ-
એમ સમજો ભડભડ વંકા થૈ ગયા.
ખૂબ જાણીતા થયા આંગતૂકો
મંદ વાયુ ઝંઝા ઝંઝા થૈ ગયા
મેં લૂછેલા આંસુ સાચકલાં હશે
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Shero shayri
મેં લૂછેલા આંસુ સાચકલાં હશે
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા
vaah !
By: Pancham Shukla on 01/22/2010
at 8:17 AM
તું નથી એની પ્રતિતિ થૈ ગઈ
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા
મેં લૂછેલા આંસુ સાચકલાં હશે
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા
Wah Chinubhai wah wah! Do bara do bara, muqarrar, fir se padhiye.
By: Mahek Tankarvi on 01/23/2010
at 3:22 PM