Posted by: bazmewafa | 01/20/2010

ગઝલ:સ્મરણ પી ગયો—જવાહર બક્ષી

સ્મરણ પી ગયો—જવાહર બક્ષી

મેં ક્યારે કહ્યું કે સ્મરણ પી ગયો,

ફકત હૉઠ પરથી રટણ પીગયો.

 

મને શુષ્ક નજરે એ જોતા રહ્યા,

ને હું ભીનું વાતાવરણ પીગયો

 

વધીને તરસ જાણે તડકો બની,

હું જળ સાથે પડછાયા પણ પીગયો

 

મને દોટ મુકવા શું કહેતો હશે?

આ રસ્તો, જે મારા ચરણ પીગયો

 

હો છાંટા કે છાલક કે બારેય મેહ,

રહ્યું એનું જે કંઈ વલણ પીગયો

 

બે ક્ષણ વચ્ચે મેં જળ સમાધિ લીધી,

લો, આખું સમયનું ઝરણ પીગયો


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers