Posted by: bazmewafa | 01/20/2010

અછાંદસ:ઘાયલ—જયંત પાઠક

ઘાયલ—જયંત પાઠક

તે દિવસે

ગોડસેએ છોડેલી પેલી ત્રણ ગોળીઓ

મારી છાતીમાં પેસી ગઈ છે;

ઊંડે છુપાઈને બેસી ગઈ છે–

 

(સત્ય ઘાયલ છે

અહિંસા ઘાયલ છે

પ્રેમ ઘાયલ છે)

 

હવે ઊંઘતો હોઉં છું ત્યારે

ઓચિંતી એકાદ ખટકે છે

દુ:ખાવો ઊપડે છે

જાગી જવાય છે

ને

વેદનાની એ જાગૃતિમાં

પ્રાર્થના સ્થળે(મારી છાતીમાં)

ફરી ફરી ગાંધી ઘવાય છે.


Responses

  1. sundara.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers