Posted by: bazmewafa | 12/31/2009

ગઝલ:ગિરાગુર્જરીએ ગગન જોઈ લીધું—સીરતી

ગિરાગુર્જરીએ ગગન જોઈ લીધું—સીરતી

મહોબ્બતનું અંતે વતન જોઈ લીધું,

’જીવમ’જે કહો છો –જીવન જોઈલીધું !

 

મહોબ્બત બની મારા જીવનની દુનિયા,

ને દુનિયાએ મારું જીવન જોઈલીધું !

 

કોઈની ભટકતી નિગાહોએ સાથી,

મહોબ્બતનું અંતે સદન જીવન જોઈલીધું !

 

કોઈના સિતમમાં કોઈના દમનમાં,

અમે જીંદગીનું જતન જોઈલીધું !

 

સહન,ભોગ, સેવા,મનન સાથ ચિંતન,

મેં એ પંજતનમાં જતન જીવન જોઈલીધું !

 

ન માપી શકી એના ઊંડાણ  દ્રષ્ટિ,

કોઈનું અમે મન ગહન, જીવન જોઈલીધું !

 

તમારી નિગાહોમાં મારી નિગાહે,

ખરે, મારા દિલનું વદન જીવન જોઈલીધું !

 

ગઝલ તારલાઓના ઝળકાટવાળું

 ગિરાગુર્જરીએ ગગન જોઈ લીધું.

 

(પ્રેમાભાઈ હોલ ,અમદાવાદ તા,16-6-47નો મુશાયરો)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers