Posted by: bazmewafa | 12/25/2009
ગઝલ:કહેજે મારા સલામ —ડો.રશીદ મીર

કહેજે મારા સલામ —ડો.રશીદ મીર
જાય જો એના ગામ વણઝારા,
કહેજે મારા સલામ વણઝારા.
આપણે ક્યાં ફરીથી મળવાના,
હોય ના નામ ઠામ વણઝારા
પોઠ યાદોની લોહી ઝાણ ભરી,
સંચરે ગામ ગામ વણઝારા.
છૂંદણા કઈ ઘડીએ ત્રોફાવ્યાં?
બોલ કૈં નેક નામ વણઝારા.
દેશ કેવો ને કેવા દેશાવર?
હોય છે રમતા રામ વણઝારા.
શ્વાસ કોઈના દેહ કોઈનો,
આપણે તો ગુલામ વણઝારા.
પારકી સલ્તનતનું પાદર છે,
ને કર્યો છે મુકામ વણઝારા.
‘મીર’આવી ગયો પડાવ અસલ,
લે,હવે રામ રામ વણઝારા.
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
dr rashid mir saheb, tamari darek ghazal dil thi maani chhe.aavnara varso maan haju pan surgen kartaa raho avi asha. bipin vaidya
By: bipin m vaidya on 07/20/2010
at 11:20 AM