‘યે મેરા ગાના હૈ’—રમેશ દેસાઈ
એક કવિ માધવ રામાનુજ , વિનોદ ભટ્ટ અને શેખાદમ આબુવાલા ત્રણે ય જનસત્તાના બિલ્ડીંગ નીચે ભેગા થઈ ગયા.
માધવ રામાનુજે માહિતી આપી: મારા ગીતો વાળું ગુજરાતી પીકચર ‘સોળે સજ્યા શણગાર’ આવતે અઠવાડિયે આવી રહ્યું છે.’
શેખાદમ ભાઅઈ એ તુરત જ કહ્યું:’મને સાથે લઈ જજે ને તારી બાજુમાં બેસાડજે.’
માધવ રામાનુજ હસ્યા. એટલે શેખાદમભાઈ એ કહ્યું:’પણ તું પૂંછ તો ખરો કે શા માટે ?
માધવ રામાનુજે ઈશારાથી પૂછ્યું2 કેમ ?
એના જવાબમાં શેખાદમ ભાઈએ એક પ્રસંગ કહ્યો:
ફિલ્મ લાઈનમાં ઘૂસવા મેં પણ બહુ ફાંફા મારેલાં, એની તને ખબર છે માધવ? મારા લખેલાં ગીતો ફિલ્મમાં આવે એ માટે હું જીવ પર આવી અગયેલો.
મારા નસીબની બારીનું વેંટીલેશન ખૂલ્યું,ને મારા ત્રણથી ચાર ગીતો ફિલ્મમાં લેવાયાં.એમાંથી કપાતાં કપાતાં એક ગીત બચ્યું.એ હિન્દી ફિલ્મનું નામ ‘ઘાયલ’. એ વખતે હું મેટ્રીકમાં ભણું.મારા ગાયન વાળું પિકચર ચડ્યું અલે પહેલે દિવસે, પહેલાજ શોમાં
પાંચ આના વાળી ટિકિટ લાઈનમાં ઊભા રહી , ધક્કામુક્કી ખાઈને માંડ ટિકિટ મેળવી.થિયેટરમાં પ્રવેશીને પડદા પર મીટ માંડી અધીરાઈથી બેઠો ક એક્યારે અમીરબાઈ કર્ણાટકીએ ગાયેલું મારું લખેલું ગીત આવે.
મારી બાજુમાં દૂધવાળો ભૈયો બેઠેલો.મને પેટમાં ગુદગુદી થયા કરે.મારા શબ્દોને આજે વાચા ફૂટવાની હતી.બાજુમાં બેઠેલા ભૈયાને મેં પિકચરની શરૂઆતમાં કહેલું:‘દેખના , અભી મેરા ગાના આયેગા.’
ભૈયા એ વખતે મારી સામે આશ્ચર્ય થી જોયું હતું.પણ કોઈ જવાબ આપ્યો ન હોતો..મારું ગીત આવ્યું એતલે પેલા ભૈયાને કોની મારતાં ઉત્સાહથી ગદગદ અવાજે મેં કહ્યું,’યહ મેરા ગાના હૈ.’
‘ચૂપ બેઠ બે સાલે !કબકા મેરા ગાના મેરા ગાના કી બક બક કરતા હૈ, ઠીકસે સુનને ભી નહીં દેતા !’ભૈયાએ મને ડાર્યો.
એતલેજ કહું છું કે મને તારી બાજુમાં બેસાડજે.ને તારું ગીત આવે ત્યારે મને કોણી મારીને કહેજે ‘યે મેરા ગાના હૈ.’
–અને ત્રણે જણા ખડખડાત હસી પડ્યા.
( ‘વાહ શેખાદમ’)
આપના પ્રતિભાવ