Posted by: bazmewafa | 11/24/2009
છાનું સ્મિત—સૈફ પાલનપુરી

છાનું સ્મિત—સૈફ પાલનપુરી
વાત ર’ઈ ગઈ ચાંદનીની એક બહાનું થઈ ગયું.
હું જ જાણું છું કોઈથી સ્મિત છાનું થઈ ગયું.
ગઈ ખૂશી એનો નથી ગમ 1ગમ છે આંસુ પણ ગયાં,
મારી ઉજ્જડતાનું ઉપવન ગુલ વિનાનું થઈ ગયું.
તુજ મિલનનું સ્વપ્ન જોઈ સ્મિત ફર્ક્યું હોઠ પર,
સાથે સાથે દર્દ પણ એક છાનું થઈ ગયું.
દોસ્તોની મ્હેર છે કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનિનું એ પછી વર્તુળ નાનું થઈ ગયું.
કોણે ઈશ્વરનાં હ્રદય પર ઠેશ પહોંચાડી હશે,
કોણ સર્જન માટે કારણ પ્રેરણાંનું થઈ ગયું.
ખૂબસૂરત ગાલ પર આ શ્યામ તલ શી વાત છે!
યોગ્ય શીર્ષક જાણે સુંદર વાર્તાનું થઈ ગયું.
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Saif Palanpuri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ