થોડા શેરો—મુકુલ ચોકસી
1
આ ઠુંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે
પરણવા જેવી મોસમનું માંગુ આવી શકે
2
સાંજ ટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તો ય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે
3
મળે એને તમારું ઘર સમી સાંજે, અને તમને
મરેલી હાથણીની સૂંઢમાં ખાલી કળશ મળશે
4
પૂછ્યું મેં કોણ છે?ઉત્તર મળ્યો યાયાતિ છે
ને બહાર જોઉં તો આખી મનુષ્ય જાતિ છે
5
ઊગવામાં જેને કંઈ પણ આનંદ હોતો નથી
તૂટવાનો ભય કદી હોતો નથી એ ઘાસને
પૂછ્યું મેં કોણ છે?ઉત્તર મળ્યો યાયાતિ છે
ને બહાર જોઉં તો આખી મનુષ્ય જાતિ છે
very meaningful shaer only who can understand who know yayati…
By: Dilip Gajjar on 11/13/2009
at 11:00 PM
thanks
By: hanif on 11/19/2009
at 1:33 AM