Posted by: bazmewafa | 11/11/2009

આ તમે શુ કરવા બેઠા?—-“જિદ્દી” લુવારવી

આ તમે શુ કરવા બેઠા?—-“જિદ્દી” લુવારવી

ડરપોક બનીને ડરવા બેઠા,

મૃત્યુ પહેલા મરવા બેઠા.

 

અશ્રુ તમારી  આંખે મિત્રો

મરદો થઈ શું કરવા બેઠા?

 

કોઈ ન આયોજન, પહેલાથી

લાગે ભુખ ને દળવા બેઠા.

 

રબ છે અમારો દેનારો તો

ક્યાં અન્યોથી કરગરવા બેઠા.

 

એ ચાલનારા આગળ- આગળ,

પાછા કદમ ક્યાં ભરવા   બેઠા.

 

જે છે બચેલા ડૂબતા -ડૂબતા,

સાગર બિચારા તરવા બેઠા.

 

“જિદ્દી” ન છોડે જિદ ભૈ એની,

જિદ એ પાછી કરવા બેઠા.


Responses

  1. kalam upadi vichar karata
    pana bharine lakhava brtha
    I like it. Very nice.


Leave a response

Your response:

Categories