સેવાભાવી કવયિત્રી અને શબ્દસેતુ સંસ્થાનાં સક્રિય સભ્ય કવિ અને સર્જક મધરીબહેન ધનિકનું ટોરોન્ટોમાં નિધન- જય ગજજર C.M,M.A

ટોરોન્ટોના સેવાભાવી કવયિત્રી અને સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય શ્રીમતિ મધુરીબેન ધનિકનું ૨૦૦૯નાનવેમ્બરની ત્રીજી તારીખે સવારે છ વાગે ટોરોન્ટોની હોસ્પિટલમાં માંદગી ભોગવી અવસાન થયું હતું. તેઓ ડૉકટર ધનિકનાં પત્ની હતાં. મધુરીબહેને સ્વેચ્છાએ એમની શરીર સંપત્તિનું યુનિવિર્સિટીના અભ્યાસ અર્થે દાન કર્યું હતું. મધુરીબહેનનો જીવ સાહિત્યિક અને કવિ હતો.મધુરીબહેન ડૉ. ધનિકના સાહિત્યસર્જનમાં સાચા અર્થમાં અર્ધાંગિની હતાં ૯૧ વર્ષની પાકટ વયે તેમના પતિ ડૉ. શાંતિલાલ ધનિક અવસાન પામ્યા પછી પણ મધુરીબેન ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય હતાં. વિશાળ મિત્રમંડળ અને સ્વજનોને રડતાં મૂકી તેમણે વિદાય લીધી છે. જીવનમાં કપરા આઘાતો અને બનાવોનો સામનો કરી જિંદગીને મધુરીબેન હસતે વદને જિંદગી જીવતાં હતાં. પતિના સાંનિધ્યમાં હૈયે પડેલ અપાર વેદના અને કડવા ઘા છૂપાવી આ કવયિત્રીએ હૈયાને મજબૂત રાખી હંમેશ વદનને હસતું રાખ્યું હતું. પતિની જીનગાથા ‘સ્થાન ભ્રષ્ટ’ માં પ્રથમ પાને કવિશ્રી રમેશ પારેખના શબ્દો ટાંકયા છે, ‘હે મિત્ર મારા, કર ઘા, હું ઝાડ ને તું કુહાડી’. એ નવલકથાને શ્રીમતિ સ્મિતાબહેન ભાગવતે ‘ન જાણ્યું જાનકીનાથે’ નામે નવલકથા લખી છે. આ એક પંકિતમાં આ દંપતીના હૈયાની એમની બધી વેદનાઓ વ્યકત થાય છે.
કેનેડાની ભૂમિ પર ધનિક દંપતીએ શબ્દના સૂર રેલાવ્યા હતા. એમના સર્જન ‘સાથોસાથ’માં ગુર્જર ગિરાને ગર્વથી ગરવી બનાવી છે. બંને દંપતી ઊર્મિલ હતાં. ઉરમાં ઉઠતાં ઝરણાંને કાવ્યમાં શબ્દબધ્ધ કરી સહિયારા સાથની અનોખી અભિવ્યકિત દાખવી હતી. આ દંપતીનો સાથ સહિયારો હતો, સર્જન સહિયારું હતું એટલે એમના કાવ્ય સર્જનના પુસ્તકને નામ પણ ‘સાથોસાથ’ આપ્યુ હતું. આ ‘સાથોસાથ’ પ્રકટ કરવાની મનીષા પણ અદભૂતહતી – એક વૃધ્ધ દંપતીને પોંખવાની – સન્માનવાની. ‘સાથોસાથ’ ઉપરાંત આ દંપતીએ ‘વિશ્વવ્યાપીની સંસ્કૃતિ’ નામે અનુવાદ પણ ગુજરાતીમાં પ્રગટ કર્યો છે.
ડીસેમ્બર ૧૯૫૪માં મધુરીબહેન સાથે લગ્ન કર્યાં પછી પંચગની ટીબી હોસ્પિટલમાં ડૉ. ધનિકે બે એક વર્ષ સેવા આપી તેઓ સુરત ગયા જયાં ૫૫ વર્ષ તબીબ તરીકે સેવાઓ આપી. રિટાયર્ડ થઇ આ દંપતી ૧૯૮૮માં કેનેડા આવ્યાં અને બંને સાથે નિવૃત જીવન જીવતંા હતાં. અંગ્રેજીમાં ર્ચ્ય્ભ મ્ય્ બ્ૈલૈવ્ૈડ જીવનકથા લખવામાં મધુરીબહેનનો મોટો ફાળો હતો. મધુરીબેન સાથે ‘સાથોસાથ’ કાવ્યસંગ્રહ પણ પ્રગટ કર્યો છે. આમ આ સાહિત્યિક અને કવિજીવને સાહિત્યમાં ખૂબ રસ હોવાથી ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થાના ઘણાં વર્ષોથી સક્રિય સભ્ય હતાં. ડૉ. શાન્તિલાલ ધનિકના અવસાન પછી પણ મધુરીબહેન ધનિક સાહિત્યસર્જનમાં રસ હોવાને કારણે ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય રહેલ. શારીરિક દુર્બળતાને ભૂલી તેઓ ‘શબ્દસેતુ’ની માસિક સભામાં નિયમિત આવવા ઉત્સુક રહેતાં.
તેમને શ્રધ્ધાંજલિ અર્પતાં શબ્દસેતુના સભ્યોએ એમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં એમના જીવન, કાર્ય અને સાહિત્યિક સેવાઓનો ઉલ્લેખ કરી એક પ્રેમાળ, હસમુખા, અને માનવતાવાદી સ્વજન સભ્ય ગુમાવ્યાનું દુઃખ વ્યકત કર્યું હતું એમના કાવ્યસંગ્રહ ‘સાથોસાથ’માંથી એક બે કાવ્યોનું પઠન કરી એમની સાહિત્ય સેવાનાં ગુણગાન ગાયાં હતા.
જય ગજજર, શબ્દસેતુ વતી