Posted by: bazmewafa | 09/23/2009

પિકાસોના ચિત્રો જોયાં પછી-મનોજ ખંડેરિયા

છળ છે કે શું? મનોજ ખંડેરિયા

 

કથામાંથી છટકેલ છળ છે કે શું?

ફરી એજ માયાવી સ્થળ છે કે શું?

 

મને શબ્દ ખેંચી ગયા કયાંથી કયાં,

એ સોના હરણ વાળી પળ છે કે શું?

 

 

પિકાસોના ચિત્રો જોયાં પછી-મનોજ ખંડેરિયા

 

પીંછીમાંથી પીળો ખરે છે નિસાસો,

આ ઢોળાતા રંગોમાં કણસે પિકાસો.

 

કણસતી હવામાં તરે ખોપરી એક,

કહો એમાંબાંધી દીધો કોણે જાસો.

 

પછી હથ લાંબો રે લાંબો રે લાંબો,

છબી તોડી નીકળી ગયો દૂર ખાસો.

 

સવારે ત્વચાહીન થઈ બહાર આવ્યા,

કર્યો કાચના મહેલમાં રાતવાસો.

 

નગરા હણહણાટીની નીચે દબાયું,

તૂટી જાય ચહેરા ને ફૂટે છે શ્વાસો.

 

તૂટી હોડીના ખારવા જેમા તરવા,

મથી આજ ઢોળાતા રંગે પિકાસો.

 


Responses

  1. manoj saheb ni rachana vanchi bahu aanand thayo. aam pan tena gam no j chhhu ne etle…


Leave a response

Your response:

Categories