Posted by: bazmewafa | 09/23/2009

ગઝલ*હજીયે આંખ શોધે છે—વારિજ લુહાર

હજીયે આંખ શોધે છે—વારિજ લુહાર

 

હજીયે આંખ શોધે છે તરાપો રોજ પાણીમાં,

અને ડૂબી મરે છે કૈંક શ્વાસો રોજ પાણીમાં.

 

હવે વરસાદ આગાહી બનીને વસ્ત્ર ઉતારે,

અને લૂંટે તરસનો પણ મલાજો રોજ પાણીમાં.

 

વિખેરી મૌન વરસોનું કિનારે કોક તૂટે છે,

વમળ સાંભરે ભેદી અવાજો રોજ પાણીમાં.

 

નદી જો આંખ મીંચે તો ફરી દેખાય પરપોટા,

પવનની પણ કપાતી જયા પાંખો રોજ પાણીમાં.

 

વહે છે ખાનગી રીતે ભળે છે સાવ ખુલ્લામાં,

પછી કયા કારણે આવે ઉછાળો રોજ પાણીમાં.


Leave a response

Your response:

Categories