Posted by: bazmewafa | 09/15/2009

રાહે ખુદામાં કરવામાં આવેલો ખર્ચ—ડો. ઝુબેર કુરેશી

રાહે ખુદામાં કરવામાં આવેલો ખર્ચ—ડો. ઝુબેર કુરેશી

ફારસી સાહિત્યમાં હાતિમતાઇની એક હિકાયત નોંધવામાં આવી છે. કોઇએ હાતિમ તાઇને પૂછયું કે તમારો કદી કોઇ એવા માણસ જોડે ભેટો થયો છે, જે તમારાથી પણ વધુ દાનવીર હોય. હાતિમે કહ્યું હા, એક દિવસ હું એક ગરીબ માણસનો

મહેમાન હતો. જમતી વખતે મે કહ્યું કે આ દા.ત. કલેજી ખૂબ સ્વાદિષ્ટ છે. ત્યાર બાદ મારી થાળીમાં માત્ર કલેજીઓ આવવા લાગી. જમ્યા પછી બહાર નીકળતી વખતે મને ખબર પડી કે એ કલેજી ખવડાવવા ખાતર એણે પોતાની પાસેના બધા જ આઠ દસ બકરાઓને ઝિબાહ કર્યા હતા. પછી મ એને સો ઉંટ, સો ઘેટા-બકરા વગરે ઇનામમાં આપ્યા. પૂછનારે કહ્યું કે તો તો તમે જ વધારે દાનવીર ગણાવ ને ? હાતિમે કહ્યું ના, એણે એની પાસેનું જે હતું તે બધું જ મારી ઊપર

કુરબાન કર્યું અને મ તો મારી પાસે જે હતું, એનો માનો ને કે ૧/૧૦૦ ભાગ આપ્યો. તેથી જ અલ્લાહ તઆલાને આર્થિક  તંગીમાં રાહે ખુદામાં કરવામાં આવેલ ખર્ચ વધારે પસંદ છે.મુહાજેરીન (રદિ.) હિઝરત કરીને મદીના પહાચ્યા. ત્યાં હઝરાતે અન્સારે (રદિ.) એમની ખૂબ મદદ કરી, અને તે પણ દિલથી. બધા જ અન્સાર (રદિ.) ધનવાન ન હતા, તો પણ અલ્લાહે એની નાધ લીધી અને એમની પ્રશંસા કરતા ફરમાવ્યું કે આ લોકો પોતાની જાત ઊપર બીજાઓને પ્રાથમિકતા આપે છે, ચાહે પોતાની જગ્યાએ સ્વયં મોહતાજ હોય તો પણ,હકીકત એ છે કે જે લોકોને હૃદયની લાલચ/તંગીથી બચાવી લેવામાં આવ્યા છે. તેઓ જ સફળતાપામનારા છે. (પ૯:૯) અલ્લાહના પ્રેમના અધિકારી  થવા બંદાઓને ઠેર ઠેર પ્રોત્સાહિત કરતા અલ્લાહ તઆલાએ કુર્આનમાં સ્પષ્ટતા કરી છે કે તે કયા પ્રકારના લોકોને ખૂબ ચાહે છે. એક જગ્યાએ છે. જે લોકો દરેક હાલતમાં પોતાનું ધન ખર્ચ કરે છે, ચાહે ખરાબ હાલતમાં હોય કે સારી હાલતમાં -આર્થિક મોકળાશ હોય કે તંગી-જેઓ ગુસ્સાને પી જાય છે, અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે – આવા એક (સદાચારીઓ) લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે. (૩:૧૩૪) થોડી ઘણી આર્થિક તંગીમાં અલ્લાહની રાહમાં પોતાનાથી નિમ્નતર સ્તરના લોકો ઊપર, ખુદાની પ્રસન્નતા પાપ્ત કરવા કરેલ થોડો ખર્ચ,મોટા સંભવિત આર્થિક સંકટને ટાળવા માટે પૂરતું છે.આવો ખર્ચ દેખાડા માટે ન હોવો જોઇએ. તે રિયાકારી કહેવાય અલ્લાહને એવા લોકો પસંદ છે જે નમાઝ કાયમ કરે છે અને અમારી

આપેલ રોજીમાંથી જાહેરમાં અને છૂપી રીતે ખર્ચ કરે છે, બુરાઇને ભલાઇથી દૂર કરે છે. આખરેતનું ઘર એવા જ લોકો માટે છે. (૧૩:રર) હે પયગમ્બર મારા જે બંદાઓ ઇમાન લાવ્યા છે, તેમને કહી દો કે નમાઝ કાયમ કરે અને જે કંઇ અમે

તેમને આપ્યું છે, તેમાંથી જાહેરમાં અને ખાનગીમાં ખર્ચ કરે અને તે પણ એ પહેલાં કે તે દિવસ આવે (કયામત પહેલાં) જેમાં ન ખરીદ-વેચાણ થશે અને ન મિત્રતા થઇ શકશે.(૧૪:૩૧) જે લોકો રાત-દિવસ, જાહેરમાં અને છૂપી રીતે, ખર્ચ કરે છે, તેમનો બદલો તેમના માલિક અને પાલનહારની પાસે છે, એમ તેમના માટે કોઇ ભય અને દુઃખની શકયતા નથી. (રઃર૭૪) જમણા હાથે અલ્લાહની રાહમાં કરેલ ખર્ચની ખબર ડાબા હાથને પણ ન હોય.

(આ કોલમ મિરકાતુલ મફાતીહ શરહે મિશકાતુલ મસાબીહ ઊપર આધારિત છે. તેના લેખક અલ્લામા મુલ્લા અલી કારી (રહે.) છે.)

 

(ગુજરાત ટુ ડે 15સપ્ટે.2009ના સૌજન્યથી)


Responses

  1. A good thought provoking selection of articles. Jazakallah for your troubles.


Leave a response

Your response:

Categories