Posted by: bazmewafa | 09/12/2009
ગઝલ*લય વગર—ખલીલ ધનતેજવી

લય વગર—ખલીલ ધનતેજવી
>
લય વગર, શબ્દો વગર,મત્લા વગર,
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર.
તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર!
કેદ છું,ભીંતો વગરના ઘરમાં હું,
સંતરી ઉભો છે દરવાજા વગર.
સરહદો સૂની હશે તો ચાલશે,
શહેરમાં ચાલે નહીં પહેરા વગર.
મોરને કો’ બાજ પક્ષી લઈ ગયું,
સીમ સૂંની થઈ ગઈ ટહુકા વગર.
કોક દિ’ દીવો પવન સામે ધરો,
કોક દિ’ ચલવી લો અજવાળા વગર.
(સાદગી)
Like this:
Be the first to like this post.
Posted in ગઝલ, કવિતા, શેર, શાયરી, Gujarati Gazhal | Tags: ગઝલ, Gujarati Poetry, Gujarati Gazhal, કવિતા, Shero shayri, Gujarati Shayri, Gujarati Kavita, શાયરી, khalil Dhantejvi
કોક દિ’ દીવો પવન સામે ધરો,
કોક દિ’ ચલવી લો અજવાળા વગર.
sunder gazal.
Sapana
By: sapana on 09/12/2009
at 7:25 PM
તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર!
Khalil Dhantejvi is a world renowned Gujarati & Urdu poet.He is Director and script writer of couple of Gujarati films & One could listen to him in person on U-tube as well.
Siraj “Paguthanvi”
By: siraj patel "paguthanvi" on 09/13/2009
at 6:46 AM