ક્ચ્ચર ઘાણ—દીપક બારડોલીકર
દોસ્ત તું હાંફી ગયો
શોધ ખાલી બાંકડો
સોરી! તું લથડી ગયો
ધકો એ મારો હતો.
એમ કૂદીને બતાવ
જેમ કૂદે વાંદરો
ખિસ્સું એનું ખણ ખણે
એ સગો છે આપણો
ઓન કર અફવાની ગન
છે વકરતો મામલો
વિંડો શોપીંગ થઈ ઘણી
શોપ લિફટિંગ પણ કરો
સૌ છે મનની મોજમાં
ક્યાં છે ધોરણ કે ધડો
(કુલિયાતે દીપક)