Posted by: bazmewafa | 09/02/2009

ગઝલ*અલ્લાહના દરબારમાં—‘સિરાજ’ પટેલ,પગુથનવી U.K.

અલ્લાહના દરબારમાં—‘સિરાજ’ પટેલ,પગુથનવી

 

જિંદગી આ કેદ છે દુનિયાના કારાગારમાં, 

માનવી રહેંસાઈ ર્હ્યો છે દુ:ખી સંસારમાં.

 

લાલસા લાલચ ને માયા કામ કંઈ ના આવશે, 

નફસ પર કાબુ કરીલે તુ આ નર્કાગારમાં.

 

તું એ જાણે છે કે દુનિયા એક ફાની ધામ છે, 

તો પછી અટવાય શાને  નર્યા પાપાગારમાં.

 

છે જવાનું આખરે બે ગજ કફનની આડમાં, 

તો પછી લાલચ કરેછે શીદને આ સંસારમાં.

 

તુ હૃદય પાવન કરીલે ને ખુદાને યાદ કર, 

દર ન રહેશે લેશ પણ તુફાન ને મઝધરમાં. 

 

તું સિરાતે મુસ્તકીમને દિલથી અપનાવશે, 

મગફેરત તારી થશે અલ્લાહના દરબારમાં.

 

ઈશ ની માફી મળે છે ફકત પશ્ચાતાપથી, 

સિરાજ તુ ડુબકી લગાવી દે આ સ્નાનાગારમાં.

 


Responses

  1. sari ghazal chhe dhanyavad,
    ‘teg ,tir,talvar ke khanjarma nathi,
    evi tisnata chhe,tari kalamni dharma.

  2. saras ghazal chhe. sukriya.

  3. Nice gazal made which is telling too much about life and way of living life…


Leave a response

Your response:

Categories