Posted by: bazmewafa | 09/01/2009

મારું વતન—હસન ગોરા ડાભેલી(યુ.કે.)

મારું વતન—હસન ગોરા ડાભેલી(યુ.કે.)

 

 

વતનની યાદ આવે આંખમાંથી આંસુ ટપકે છે, 

વતનથી દૂર રહીને પણ વિરહની આગ ભડકે છે.

  

તમોને શી ખબર મારા વતનની છે દશા કેવી, 

અગર આવે તહેવારો કલેજાં લખા ધડકે છે.

 

લગાગા માં ન બેસે શાયરી મારી તમે જોજો, 

તરુન્નુમમાં કહેતાં તો જબાં મારીજ અટકે છે.

  

તમારે માંગવું જે હોય પાલનહારથી માંગો,

કરોડો નેઅમતો આપી છતાં દેતાં ન અટકે છે.

 

અમારા ભાગ્ય્માં તો હર હમેશા ખાર આવ્યા છે, 

તમારા તો ગળામાં ફૂલોના હાર લટકે છે. 

 

ખુદા જાણે અમારા પર કસોટી કેમ આવી છે, 

જરા બેસી વિચારું તો હૃદયમાં આગ ભડકે છે.

 

 

વતનની તે ગલીઓની રમત જો યાદ આવે તો, 

હસન નું દિલ જવા માટે વતનમાં ખૂબ લપકે છે.

 

 


Responses

  1. tamari vatanni tadap je vatnthi door hoy tene samjay .very good.

  2. વતનની તે ગલીઓની રમત જો યાદ આવે તો,

    હસન નું દિલ જવા માટે વતનમાં ખૂબ લપકે છે.

    ગઝલ નો આ શે’ર સૌ કોઇ ને બચપન ની યાદ અપાવી જાય છે.

  3. વતનની યાદ આવે આંખમાંથી આંસુ ટપકે છે,
    vatanni tadap je vatnthi door hoy tene samjay

    Really Nice!!!! Heart Touching!!!!!!

    Ranjan Patel

    CANADA


Leave a response

Your response:

Categories