Posted by: bazmewafa | 08/31/2009

ગઝલ *સંદર્ભમાં ઊઘડવાનું—ફારૂક શાહ

સંદર્ભમાં ઊઘડવાનું—ફારૂક શાહ

 

લઈ મુઠ્ઠીમાં ધુમાડો નીચે ગબડવાનું

ખુલી રહેલા રહસ્યો મહીં ખખડવાનું

 

તૂટી રહી છે ખડક જેમ એક આકૃતિ

ને આપણે તો અનુભવીએ માત્ર ખરવાનું

 

લોહીમાં તીવ્ર રીતે ફૂંકવાનું અંધારું

વધી જો જાય તલબ તો પછી દદડવાનું

 

લમ્બાતી આંગળીને આમ નીરખી રહીને

વિરાન સ્પર્શના સંદર્ભમાં ઊઘડવાનું

 

હવે વિલીન થવું જોઈએ ગુફાઓમાં

કોઈની આંખથી નીકળેલ એક પડઘાનું

 


Leave a response

Your response:

Categories