Posted by: bazmewafa | 08/25/2009

કાયદે આઝમ ઝીણા—ઉમાશંકર જોશી

કાયદે આઝમ ઝીણા—ઉમાશંકર જોશી

 સપ્ટેમ્બરની 11મીએ(September 11, 1948) રાતે હૃદય બંધ પડવાથી કાયદે આઝમ ઝીણાનું અવસાન થતાં હિન્દી રાજકરણ માંથી એક ઐતિહસિક રાજપુરુષે વિદાય લીધી છે.પાકિસ્તાને પોતાનો ઘડવૈયો-પોતાનો રાષ્ટ્રપિતા ગુમાવ્યો છે.દુનિયાએ આજના સૌથી મોટા સ્થાપક મુત્સદ્દી ગુમાવ્યો છે.પાકિસ્તાન અને હિંદ એ મન્ની અને દુનિયાના બીજા દેઅશોએ એ શક્તિશાળી નેતાને ગૌરવભરી અંજલિઓ આપી છે.

              કાયદે આઝમ ઝીણા કાથિયાવાડના વતની હતા.કરાંચીમાં શિક્ષણ લઈ,ઈંન્લેંડમાં જઈ બેરિસ્ટર થઈ આવી મુંબઈમાં એમણે ધરાશાસ્ત્રી તરીકે જવલંત કરકિર્દી આરંભી હતી.રાજકારણમાં પણ એમણે નાની ઉમરથી રસ લેવા માંડ્યો.હતો.વિદેશી રાજ્ય એમને બીજા કોઈ દેશ પ્રેમી કરતાં ડંખતું નહિ.ત્યારે કોમી એખલાસના એ ફિરસ્તા હતા.35-40ના એ બાહોશ ધાર શાસ્ત્રી ને જોઈ-’મુસ્લિમ ગોખલે’ના એમનામાં દર્શન કરી ,તમામ હિન્દ વાસીઓ આંખ ઠારતા.મુંબઈ લોર્ડ વિલિંગ્ડનને માનપત્ર આપવાના પ્રસંગે ઝીણા એક તીવ્ર રાષ્ટ્ર પ્રેમી તરીકે દીપી ઉઠયા.કોંગ્રેસ અને હોમ રૂલમાં ગાંધીજી રસ લેતા થયા.અને ગાંધીજીનું આક્રમક રાજકરણ શરું થયું..ત્યાં અનેક હિન્દુ મુસ્લિમ નેતાઓ હોમરૂલ કોંગ્રેસમાંથી અલગ થયા.તેમાંથી કોઈ પાછા કોંગ્રેસમાં ખેંચાયા .પણ ઝીણા અલગાજ રહ્યા.અસહકારના એ પ્રથમ આંદોલન વખતે એમણે કોઈ પણ જાતનું વિક્ષેપકારી વલણ પણ લીધું નહીં.સ્વરાજ્યપક્ષ થયો અને કોંગેસની એક પાંખ ધારા સભામાં ગઈ.ત્યરે એ પણ પોતાના માર્ગે ધારા સભામાં ગયા.1928માં સાયમન કમિશન આવ્યું.ત્યારે ઝીણા એનો વિરોધ પોકારવામાં મોખરે હતા.અમદાવાદમાં એમની સભા માટે હૉલ નાનો પડયો હતો..નદીની રેતીમાંસભા યોજાઈ..(હું એમાં નાનો હતો)થોડા વરસ એ ઈંગ્લેંડમા ધારાશાસ્ત્રી તરીકે સ્થિર થયા.વિલિંગડનની વડા હાકેમ તરીકેની અવધ પ્પૂરી થતાં હિંદી રાજકરણમાં બે મહત્વની ઘટનાઓ બની.1934માં મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસ બંધરાણિય કાર્યક્રમ આપવાનો ને ધરાસભાઓમાં પ્રવેશવાનો ઠરાવ કર્યો. 

(હૃદયમાં પડેલી છ્બીઓ-2 પાન નં.179થી 181)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers