Posted by: bazmewafa | 07/14/2009
મુશાયરામાં ગઝલની રજૂઆત—-આશિત હૈદરાબાદી
મુશાયરામાં ગઝલની રજૂઆત—-આશિત હૈદરાબાદી
શ્રી અમૃત ઘાયલનો એક શેર છે:-
“એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજુઆત વગર”
મુશાયરામાં ગઝલની રજૂઆત પણ યોગ્ય રીતે ન થાય તો સારી ગઝલ પણ માર ખાઈ જતી હોય છે.તમે જ્યારે કોઈ મુશાયરામાં રચના રજૂ કરશો ત્યારેશું સાવધાની રાખ શો.
શરૂઆતમાં લખ્યું છે તેમ કોઈ ગઝલકાર મિત્રને ગુરુપદે સ્થાપ્યા હશે,તમને કોઈ મુશાયરામાં સહભાગી થવાનું નિમંત્રણ મળે ત્યારે મુશાયરામાં રજૂ કરવા જે રચનાઓ પસંદ કરો તે સૌ પ્રથમ તમે માનેલા ગુરુને બાતાવો.એના પર નિખાલસ ચર્ચા કરો અને કોઈ ત્રુટી રહી જતી હોય તો યથા સમય સુધારી લો.
મુશાયરામાં જ્યારે તમારી રચના રજૂ કરો ત્યઅરે આટલું ધ્યાન અવશ્ય રાખો:-
કોઈ ગઝલ અથવા શેર કયા સંદર્ભમાં,કયા સંજોગોમાં લખવા પ્રેરણા મળી તે વિષે બિલકુલ વાત ન કરો.વધારે પડતી ઝડપે રચના વાંચવી નહીં.શબ્દોચ્ચાર શુધ્ધ અને સાફ થવા જોઈએં.જે શ્રોતાઓના કાન સુધી બરાબર પહોંચે.રચના લય બધ્ધ સ્વરે,માફક સ્વરની ઝડપે વાંચવી જોઈએ.શેરમાં તમે વ્યક્ત કરેલા વિચારો શ્રોતાઓના હ્રદયને ઝંકૃત કરી દે,ધારી ચોટ ઉપજાવી શકી માતે કયા શબ્દ પર વજન આપવાનું,ક્યા શબ્દો છૂટા પાડીને રજૂ કરવા તેનું ખાસ ધ્યાન રાખવાનું.
મુશાયરામાં ઉપસ્થિત શ્રોતાઓ ગઝલકારોને સાંભરવા આવ્યા હોય છે માટે રચના રજૂ કરો ત્યારે શ્રોતાઓ તરફ તમારું ધ્યાન હોવું જોઈએ.વારંવાર સાથી ગઝલકારો તરફ જોઈને કે તેમને સંબોધીને તેમની દાદ મેળવવા પ્રયાસ ન કરો.એટલું યાદ રાખોકે તમારા સાથીઓ પણ ગઝલકાર છે અને યોગ્ય સ્થળે યોગ્ય દાદ આપશેજ.પણ શ્રોતાઓ તરફથી મળતી દાદ વધારે મહત્વની છે.
(ગઝલ શીખવી છે?-પુ.59)
Like this:
Be the first to like this post.
Posted in ગદ્ય, ચર્ચા, માહિતી | Tags: Ashit Hyderabadi, કવિતા, ગઝલ, લેખ, વિવેચન, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri
very useful information.
I need improve my presentation.
By: dilip on 07/14/2009
at 10:12 PM
Very good information.
By: પંચમ શુક્લ on 07/15/2009
at 7:27 AM