Posted by: bazmewafa | 07/14/2009
અછાંદસ*ઘુવડ—દિલીપ ઝવેરી
ઘુવડ—દિલીપ ઝવેરી
જંગલને માથેથી ઊડતાં ઊડતાં
સૂરજનું પીંછું એક છૂટું પડ્યુંજંગલના અંધારે અને આડા અવળા અનેક લસરકે
એનું રૂપ બદલી દીધું
ઝમઝમતાં તમરાઓએ ફડતી ફડતી પાંખ દઈ
પીંછાને પંખીનું ખોળિયું ધર્યું
અણજાણે વાવના દેડકાએ
ખરબચડા લીલાશ ભર્યું આપ્યું ગળું
બાવળની ડાળ બેઠી પીળેળી ડાકણે
એની આંખોમાં જીવ મૂકી દીધો
જટિયાં ઉડાડતી રાતે આવી ને
એને બ્હેકેલું બ્હેકેલુંચુંબન કર્યું
સૂરજને ખિઓવાયાનાં પીંછાની
ત્યાર પછી બાકી ના એકે એંધાણી રહી
Like this:
Be the first to like this post.
Posted in અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: અછાંદસ, કવિતા, ગઝલ, શાયરી, શેર, Dilip Zaveri, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
આપના પ્રતિભાવ