Posted by: bazmewafa | 07/08/2009

બઝમે વફાની 1001મી પોસ્ટ–મુહમ્મદઅલી વફા

 

અલ્લાહો અકબર- ઓમ્ મહા(અલ્લાહજ ફકત મહાન છે)—મુહમ્મદઅલી વફા

 

આજ રોજ વાર મંગળ ને  7 જુલાઈ2009 ના રોજ  “બઝમે વફા” ટોરંટો,કેનેડા. બઝમેવફા ના પ્રિય વાંચકો,લેખકો,કવિઓ,અભિપ્રાયથી નવાજનારાઓ,મિત્રો,વડીલો ,મુરબ્બીઓને આનંદ સહિત સલામ ,આદાબ અર્જ..

 27 ફેબ્રુઆરી 2006ના રોજથી બઝમે વફા એ બ્લોગપોસ્ટ દ્વારા આરંભ કરેલી ગુજરાતી સાહિત્યની સફર,સમય જતાં વર્ડપ્રેસ બ્લોગ.કોમ માં રૂપાંતરિત થઈ. આ ત્રણ વર્ષને ચાર મહિના જેટલા સમયનું અંતર કાપ્યા પછી  “બઝમે વફા” નો 1000મી પોસ્ટ મકામે મહમૂદ થી કંડારાય છે.   1000પોસ્ટ  કંડારવા માટે 185 જેટલા લેખક ,કવિ  સમૂહનો સહકાર સાંપડ્યો છે.તે બદલ બઝમ એમનું ઘણું આભારી છે. 1000 પોસ્ટમાં 642 જેટલા કાવ્યો(ગઝલો,હઝલો,મુકતકો,નઝમ,અછાંદસો વિ.)અને 20 જેટલી ટુંકી વાર્તાઓ,પરિચયો,માહિતી લેખો,હાસ્ય લેખો,સમાચારો,મુશાયરા અહેવાલો, ગઝલના છંદ શાસ્ત્ર પર આધારિત સાહિત્યિક લેખો,પ્રશસ્તિ કવ્યો,શોક કાવ્યો,વિદેશી ભાષાના કવિઓની અંગ્રેજીમાં અનુદિત થયેલી રચનાનો ગુજરાતીમાં અછાંદસ અનુવાદ,ઉર્દૂ,ફારસી કાવ્યોનો ગુજરાતી અનુવાદ ,આધ્યાત્મિક લેખો વિ.સમાવિષ્ટ છે.

બાગે વફા(અંગત કવિતાનો બ્લોગ)અને બઝમે વફા (ગુજરાતી ડાઇજેસ્ટ) શરૂ કર્યા ત્યારે બઝમે વફા માટે સામગ્રી એકઠી કરવાનો પ્રશ્ન હતો. ભારતથી હજારો માઈલ દૂર રહી ભારતીય ભાષાની સામગ્રી શોધવી એ કોયડો હતો.અહીંની લાઇબ્રેરીમાં પણ ઇચ્છિત પુસ્તકો પ્રાપ્ય ન હતા.ત્યારે મને મારી અંગત લાઇબ્રેરી  જે 45  જેટલા વષોર્થી ભેગા કરેલા પુસ્તકો સામાયિકો મદદે આવ્યા.મુરબ્બી શ્રી જય ગજ્જરે પોતાની વાર્તાઓથી નવાઝતા રહ્યા.મર્હૂમ આદિલ મનસૂરી સાહેબી પોતાના ગુજરાતી ઉર્દૂ કાવ્ય સંગ્રહો અર્પણ કર્યા.બધા બ્લોગોના ડઝન જેટલા જુદી જુદી ડીઝાઈનના આવરણો ભેટ ધર્યા.અને નવી નક્કોર ગઝલો બઝમે વફાને અર્પણ કરી.ડો.અદમ ટંકારવી,પ્રો.મહેક ટંકારવી,ભાઇ જનાબ અહમદ ગુલ,જ.બેદાર લાજપુરી,જિદ્દી લુવારવી,રાઝ નવસારવી અને ખસુસી તોર પર વારંવાર ભેટ મળતા રહેલા જનાબ દીપક બારડોલીકર સાહેબના કાવ્ય સંગ્રહો,સંપાદનો અને છેલ્લે એમનુ કુલિયાત- કુલિયાતે દીપક ઘણુંજ ઉપયોગી નીવડયું.

આ બધા પ્રયાસો પાછળ મારા ભષાના શિક્ષકોએ આપેલો ભાષા પ્રેમ અને મહા ગુજરાત ગઝલ મંડળના સુત્રધારોએ 40-45 વર્ષ પહેલાં આપેલી છંદ ,કાવ્યની સમજ અને પ્રેમ ,હિમ્મત કામ આવ્યા. એ મુરબ્બીઓમાં મર્હૂમ જનાબ મસત હબીબ સારોદી સાહેબ,મર્હૂમ જનાબ આઈ.ડી.બેકાર સાહેબ,મર્હૂમ શેખ ચલ્લી સાહેબ,આચાર્ય મસ્ત મંગેરા સાહેબ અને શ્રી ભગવતીકુમાર શર્મા,શ્રી રતિલાલ અનિલ,શ્રી અકબર અલી જશદણ વાળા એ વર્ષો પહેલાં જે ઉત્તેજન,હિમ્મત અને પ્રેમ આપેલો ,એ વર્ષો પછી આ બધું કામ કરવામાં મદદરૂપ થયું.

 અને છેલ્લે શ્રી નિર્મીશ ઠાકર અને પ્રોફેસર મહેબૂબ દેસાઈનો આભાર ન માનું તો નગુણો કહેવાઉં. શ્રી નિર્મીશ ઠાકરે(નિમ્મેસભૈ) જ.આદિલ મંન્સૂરી અને નાઝિર દેખૈયાને ગઝ્લોની પ્રતિ ગઝલો અને કોણ માનશે? રદીફ પર લખેલી હુરટી અને ગુજરાતી ગઝલો,મર્હૂમ જ.આસિમ રાંદેરીનું કેરી કેચર બઝમે વફાને અર્પણ કરવા બદલઅને ડૉ.મહેબૂબ દેસાઈ સાહેબોનો એમના”રાહે રોશન”લેખો બઝમે વફા માં પ્રકાશનની પરવાનગી અને બઝમે વફાના ઉત્તેજન બદલ શુક્રિયહ.

ડૉ.ડી.ઓ.શાહ,શ્રી સુરેશ જાની , શ્રી જુગલ કિશોર વ્યાસ અને  રઝિયા મિર્ઝા સાહબાનો પણ હું મારા બ્લોગ સાહિત્યમાં રસ લેવા બદલ આભારી છું

મારો કાવ્ય સંગ્રહ કોને મળું?(જે પ્રેસમાં છે )આશા છે ઘણા ટૂંક સમયમાં આપના કળ કમળમાં પહોંચશે.લેસ્ટર.યુ.કે.ના કવિ મિત્ર ભાઈ શ્રી દિલીપ ગજ્જરે કોને મળું?નું ટાઈટલ પેજ ની સુંદર ડીઝાઈન કરી આપી તે બદલ અને બઝમે વફાના હિતેચ્છુ થવા બદલ ઋણિ અને આભારી છું

 આભાર દર્શનમાં જે મિત્રો મુરબ્બીનાં નામો રહી ગયા હોય તે માટે દિલગીર છું

બઝમે વફા ની 1001મી પોસ્ટથી લેખક મિત્રો,કવિ બંધુઓનો આવોજ પ્રેમાળ સહાકર મળી રહે એવી આશા સહિત.

 આપનો

 સહ્ર્દયી

મુહમ્મદઅલી વફા

 


Responses

  1. અભિનંદન વફા સાહેબ. આપની આ યાત્રા આજ રીતે આગળ વધતી રહે એવી ઈશ્વરને પ્રાર્થના.

  2. વહાલા ભાઈ,

    સલામ..

    ખુબ ખુબ ધન્યવાદ.. આમ જ આપણી વહાલી મા ગુજરાતી ભાષાની સેવા કરતા રહો..

    આપને અને આપના જેવા ભાષાના સૌ ખીદમતગારોને સલામ..

    ..ઉત્તમ અને મધુ.. સુરત.

  3. મોહ્તરમ જનાબ મોહમ્મદઅલી ભાઈ

    અસ્સલામો અલયકુમ,

    અલ હમ્દોલીલ્લાહ, ૧,૦૦૦મી પોસ્ટ “મકામે માહમુદ” પર પુરી કરવા બદલ પહેલા તો અલ્લાહ ના કરોડો આભાર અને પછી આપને મુબારક્બાદ.

    આશા છે કે આપની પોસ્ટ માં દીની લેખો અને કાવ્યો ચાલુ જ રહેશે.

    શુભેચ્છાઓ સાથે

    કાસીમ અબ્બાસ

  4. જ. મુહમ્મદાલી વફા,નમસ્કાર. આપનો મેઈલ વાંચી આનંદ થયો. આપના બ્લોગને અભિનંદન…આપનો સંગ્રહ પ્રકાશિત થશે તે આનંદની વાત છે. દિલીપ ગજ્જર.

  5. જનાબ.મુહમ્મદલી “વફા” સાહેબ!
    ૧૦૦૦નો આંકડો પસાર કર્યો તેના પહેલા અભિનંદન !
    બહુજ ઉત્તમ વાત કરી તમે જે યાદ કર્યા તેમની.
    આને માટે તમને ૧૦૦૦ સલામો પણ ઓછી પડે.
    જે કામ તમે કરી રહ્યા છો તેનું મૂલ્ય આંકું તો આંકડા
    ઓછા પડે;પણ ગુજરાતી ભાષામાં એક શબ્દ મળે છે
    અને તે છેઃ”અમૂલ્ય.”
    ફરી એકવાર અભિનંદન અને સલામ!

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

  6. Vafa saheb ,

    Abhinandan!!

    Sapana

    Please Visit my websites and leave your valuable comments,
    http://www.kavyadhara. com

  7. અઝીઝ મુહમ્મદઅલી વફા સાહબ

    અસ્સલામો અલય્કુમ..વ. વ.

    અભિનંદન……….

    આ ત્રણ વર્ષને ચાર મહિનામા તમોએ ગુજરાત થી દૂર રહી ને પણ જે કર્યુ છે તે અભિનંદન ને પાત્ર છે. મારા તરફથી અને મારા દોસ્તો તરફથી ખરા દિલની મુબારકબાદી સ્વિકારસો એવી નમ્ર વિનંતી છે.

    સાથે… સાથે…..

    બોત્તેરિઆ ગ્રુપ ફરી પાછુ સમેંલન ગોઠવવાની તૈયારીમા છે. 26 જુલાઇ ને રવીવારના ટોરંટો થી બસમા નીકળી મીડલેંડ ઓંટેરિઓ 10 વાગે પહોચી એક બોટમા તીસ હઝાર ટાપુઓની સફર કરી પાછા મીડલેંડ ના હોલમા જમણ સાથે મનોરંજન નો પ્રોગ્રામ કરી સાંજે 7-8 વાગે પાછા ટોરંટો આવી પહોંચે એવું આયોજન કરી રહ્યા છીએ. વ્યક્તી દીથ 50 ડોલર નો ખર્ચો છે.

    તમારી તૈયારી કરી રાખશો.

    દુવાગિર
    - સિરાજ ઠાકોર

  8. Vafasaheb,

    Salam.

    Congratulations on completion of 1000th Bazmevafa edition. Now waiting for the 2000th edition soon.
    Since beginning of your e-blog I am reading it, and found it not only interesting, also thrilling.
    Late Adilsaheb was the first, who sent me and introduced to your blog.
    Wish you the best healthy life and blessing of Allah, so that you can keep up this valuable and contributory work to the Gujarati and the Urdu literature for ours and the next generation.
    Regards.
    Kaushik Amin.

    Jersey City, NJ 07307.
    201-936-4927.

  9. જનાબ મહમદઅલીભાઇ,
    અસ્સલામો અલયકુમ,
    “બઝમે વફા” ના 1000 પોસ્ટ કંડારવાના આ પ્રસંગે મારા તરફ્થી ખાસ મુબારકબાદ કબુલ કરશો. ગુજરાતથી દૂર રહેવા છતાં, ગુજરાતી સાહિત્ય ઉપ્લબ્ધ કરાવવા બદલ અમે તમારા શુક્રગુઝાર છીએ. સાચું કહીએ તો “વફા” નો ખરો પરિચયજ “ બઝમે વફા” અને “બાગે વફા” થી થયો. “કોને મળું” નો ઇન્તેજાર રહેશે.
    હનીફ દેસાઇ

  10. Dear Wafa,Congratulation for progressive blog…I have sent you mail..awaiting for Kone malu ?

  11. .ભાઇ મોહંમદ અલી વફા
    સલામ બાદ! હમો અહીં સૌ ખૈરયત માં છીએં તમો સૌ ખૈરયતતા ચાહું છું,
    બઝમે વફામાં ૧૦૦૦ પોષ્ટ કંડારવા માટેનાં આપેલ સમાચારમાં આપનો કાવ્યસંગ્રહ ‘કોનેમળુ‘ )જે પ્રેસમાં છે( જે જાણી અત્યંત ખુશ થયો,દુઆ છે કે અલ્લાહપાક આગળ જતા આપના બીજા પણ કાવ્યસંગ્રહો બહાર પડે એમ ઇચ્છી રહ્યો છું
    તા.૧૩ જુલાઇ ૨૦૦૯
    લિ.સુલેમાન દેસાઇ(‘જિદ્દી’ લુવારવી)

  12. વફા સાહેબ,
    ખુબ ખુબ અભિનંદન. ૧૦૦૦ પોસ્ટ !
    ચાર વરસ ને ત્રણ માસમા કેટલું અંતર કાપી નાખ્યું !
    ખુબ ખુબ ધન્યવાદ. આપના માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર.
    બાબુ પટેલ

  13. બઝ્મે વફા દ્વારા થયેલી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યની નોંધ પાત્ર સેવાઓનો હું સાક્ષી છું. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓનું વિના સંકોચ સાભાર સંકલન
    કરવાનું કાર્ય કપરું અને કસોટી પૂર્ણ છે.એ કાર્ય સુંદર અને અસરકારક રીતે મુહમદસાહેબે કર્યું છે. દેશ વિદેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં આવી સેવાઓ ઓક્સીજનનું કાર્ય કરે છે. એ માટે બઝ્મે વફા અને તેના સર્જક મુહંમદ સાહેબને આકશ ભરીને અભિનંદન
    પ્રોફ. મહેબૂબ દેસાઈ

  14. બઝમે વફાની 1001મી પોસ્ટ–મુહમ્મદઅલી વફા
    જઝાકલ્લાહ,શુક્રિયહ !પ્રો.ડૉ.જનાબ મેહબૂબભાઈ દેસાઈ સાહિબ.
    ગુજરાતી સાહિત્યના બ્લોગ વિશ્વમાં આ નાચીઝે”બાગે વફા”-સ્વ સર્જિત ગુજરાતી રચનાઓ(1966થી લઈ આજ્સુધીની)નો બ્લોગ અને “ બઝમે વફા” ગુજરાતી સાહિત્યમાં રચાયેલ સુંદર અને ગમતી(દૂર નોર્થ પોલના છેડા પર) પ્રાપ્ય રચનાઓમાંથી ચયન કરી
    રજૂ કરી છે.આપના પ્રોતસાહતમક પ્રતિભાવથી હોંસલા અફઝાઈ થઈ છે.


Leave a response

Your response:

Categories