સદભાગ્ય મારું—-દીપક બારડોલીકર
ખ્યાલે વસી છે કામળી કાળી રસૂલની
સદભાગ્ય મારૂં, થાય છે ઝાંખી રસૂલની
ગુંજે ખુદાના નામની સાથે નબીનું નામ
સૃષ્ટિમાં બે મિસાલ છે શાહી રસૂલની
હૈયે ધરી એ ધર્મના જ્યોતિર્ધેરો થયા
એવી પ્રકાશવાન છે વાણી રસૂલની
મુક્તિની કોને ઝંખના,કે મુક્તિ કુફ્ર છે
કરવી ગમે છે અમને ગુલામી રસૂલની
દીપક હવે આ કેફ કદી ઊતરે નહીં
અમને મળી છે દીવ્ય સુરાહી રસૂલની
(રસૂલ=વિશ્વના અંતિમ નબી હજરત મુહમ્મદ સલ. સાહેબ)
(સિરાતે હરમ-39 ..નાત)