વેદમાં મકામે મહમૂદ(દિવ્ય સ્થાન)નું વર્ણન—મૌલાના શમ્સ નવીદ ઉસ્માનીઅને એસ. અબ્દુલ્લાહ તારીક
હજરત મુહમ્મદ (સલ.)નું આસ્માની નામ અહમદ અને પૃથ્વીપરનું નામ મુહમ્મદ છે.પૃથ્વી પરની વિદાય પછી આપને મકામે મહમૂદ અર્પણ કરવામાં આવ્યું છે.જેની આપણે બધા અઝાન(બાંગ) પછી દુઆ કરીએ છીએં.વેદમાં એમની ત્રણેય વસ્તુનું વર્ણન છે.
‘જે અગ્નિનું તમામ વિશાળ અને અનંત રૂપનું કદિ અંત નથી તેને શરીર વિહિણ આત્મા કહેવામાં આવે છે.( આ વર્ણન મકામે અહમદનું છે.)જ્યારે તે મનુષ્યના દેહમાં આવી પ્રગટ થાય છે ત્યારે તેની અસુર(સૌથી અંતમાં આવવા વાળા)અને નિરાશંસ(મુહમ્મદ) કહે છે.અને જ્યારે વિશ્વને પ્રકાશિત કરે છે ત્યારે માત્રેશ્વા હોય છે અને તે સમયે એ વાયુની જેમ (રૂહાની) હોય છે.!’ (ઋગવેદ)11-29-3.
ઉપર વાળા મંત્રમાં માત્રેશ્વા આપના ત્રીજા રૂપનું વર્ણન છે .અને આથી પ્રતિત એ થાય છે કે આ મકામે મહમૂદ છે.વેદોનાં અંગ્રેજી અનુવાદક ગ્રિફિથે લખ્યું છે કે આ સહુથી ભેદ ભરેલો શબ્દ છે.અને બીજી જગ્યાએ પણ એકજ શ્લોકમાં આ ત્રણેય સ્થિતિ નું વર્ણન છે.
”અગ્નિનુ પ્રથમ પ્રકટિકરણ સ્વર્ગ લોક(જન્નતનુ વિશ્વ)માં વિજળી(નૂર)ના રૂપમાં થયું.એનું બીજું પ્રકટીકરણ મનુષ્ય ના વચ્ચે થયું.ત્યારે તે જાત વેદ(જન્મતાંજ વિદ્યા રાખવા વાળા)ઉમ્મી(કોઈ માનવ જાતિથી જેને કોઈ શિક્ષણ ન મેળવ્યું હોય એવો તે)કહેવામાં આવ્યા.એમનું ત્રીજું પ્રકટી કરણ જળ(વેદો માં જળ આધ્યાત્મિકતાનું પ્રતીક છે.)માં થયું.મનુષ્ય જતિના કલ્યાણનું કામ કરવા વાળા હમેશા પ્રયત્નશીલ રહે છે.એની કદર કરવા વાળાજ એમનું આજ્ઞાનુસરણ. કરે છે’..2(ઋગવેદ 1-45-10)
’હે અગ્નિ અમે તારા ત્રણેય સ્વરૂપોને જાણીએ છીએં.જ્યાં જ્યાં તારું ઠેકાણુંછે તે સ્થળથી પણ અમે પરિચિત છીએં.અમે તારુ તદ્દન ભેદી નામ અને અને જન્મસ્થળને જાણીએં છીએં..તું જયાંથી આવે છે એનાથી અમે પરિચિત છીએં’(ઋગવેદ 2-45-10)
(અગર અબ ભી ન જાગેતો, ઉર્દૂ પુસ્તક પાન નં.176-177 અનુ.વફા)