હું પોતેજ પોતાના કારણે વિસ્તરું છું—અલ્લામા ડો.મુહમ્મદ ઇકબાલ
મનુષ્યો સાથેનો વધારે પડતો મેળ મેળાપ,હળવું મળવું એ ખુદીની એટલે સ્વના ભાનની પહોંચ કાચી એટલેકે અપૂર્ણ હોવાની દલીલ છે.તેથી તું ,દર્દથી પરિચિત,સજ્જન પરિચયોથી મોઢું ફેરવે લે !
સુલતાનોના દરબારમાં આ શીશ ઝુકાવવાનું ક્યાં સુધી? પોતાના પાલનહાર પાંસેથી ગર્વોન્નત રહેવાનું પણ શીખ !
જવામર્દી સાથેનો પ્રેમ એક દિવસ ફરવાનોજ છે,મોડો વહેલો પ્રેમ તેમની નજરે પડવાનોજ છે!
તેમના હ્રદયની નજીક પહોંચીને મેં એવું દર્દીલું ગીત ગાયું કે ,પરખંદા જાणी ગયા કે વિરહ વ્ય્થાની મઝા કેવી હોય છે !
હું પોતેજ્ પોતાના આ કારણે વિસ્તરું છું.કે બૃહસ્પ્તિ અંધ છે,પરિણામે એવી નિષ્ફળતાને કારણે મારી પ્રેમની મતા ઉપયોગ વિના પડી રહી છે !
આવ,લાલા કુસુમના પગ નીચે રગદોળીને અને બેબાક થઈશરાબપાન કરીએ, કેમકે એવા ખૂનને હલાલ ગણવામાં આવ્યું છે !
મુસલમાનોમાંથી બહાર આવ, અને મુસલમાનીમાં પ્રવેશ કર, કારણકે મુસલમાનો બિન મુસ્લિમ જેવો વ્યહવાર કરે છે!
(ઝબૂરે આઝમ-119 .ફારસીમાંથી અનુવાદ: આચાર્ય મસ્ત મંગેરા તંત્રી: વ.સમાચાર સુરત)