રબીઅ બીન સુલેમાન—રજુ.મુહમ્મદઅલી વફા
રબીઅ બીન સુલેમાન નું કથન છે કે હું હજ ના પ્રવાસ માટે જઈ રહ્યો હતો.મારી સાથે મારો ભાઈ અને એક જૂથ હતું. કુફા(ઈરક)માં પહોંચ્યા પછી હું યાત્રાની જરૂરિયાતો ખરીદવા
બજારમાં ફરી રહ્યો હતો.એક વેરાન જેવી જગ્યાએ એક મૃત ખચ્ચર પડેલું હતું.એક મેલા ઘેલાં કપડાંપહેરેલી સ્ત્રી એ મૃત ખચ્ચરનાં માંસના ટૂકટા કાપી કાપીને પોતાની ઝોળીમાં નાંખી રહી હતી.
મેં વિચાર્યું કે આ સ્ત્રી મૃત પ્રાણીનું માંસ લઈ જઈ રહી છે, એના પર મૌન જાળવવું યોગ્ય નથી.શક્ય છે કે ભઠિયારણ સ્ત્રી હોય અને અને મુર્દાર માંસ લોકોને રાંધીને ખવડાવી દેતી હોય.મેં ચુપકીદગી થી મેં એનો પીછો કર્યો કે એમને જોઈ ન શકે..તે સ્ત્રી એક મોટા મકાનમાં પહોંચી.જેનો દરવાજે પણ ઘણો મોટો હતો.તેણીએ જઈને દરવાજો ખટ ખટાવ્યો.અંદરથી પ્રશ્ન થયો કે કોણ છો?
એણે કહ્યું બારણું ખોલો! હુંજ કમનસીબ છું.બારણું ખોલવામાં આવ્યું અને એમાંથી ચાર છોકરીઓ બહાર આવી.એમના ચહેરા પરથી દારિદ્રય અને પીડાના ચિન્હો દ્રષ્ટિમાન થતાં હતાં.તે સ્ત્રી અંદર ગઈ અને પેલી ઝોળી તે છોકરીઓની સામે ધરી દીધી.હું કિવાડોમાંથી અંદર નિરખી રહ્યો હતો. ઘર અંદરની બિલકુલ ખાલી અને બર્બાદ હતું.તે સ્ત્રીએ રડતાં રડતાં છોકરીઓને કહ્યું કે :લ્યો આને રાંધી લો. અને અલ્લાહનો શુક્ર અદા કરો,.પોતાના બંદાઓ પર અલ્લાહનો અખ્તિયાર છે.એનાંજ કબ્જામાં લોકોનાં હ્ર્દયો છે.તે છોકરીઓ પેલું માંસ કાપી કાપીને આગ પર શેકવા લાગી.મને ઘણી તકલીફ થઈ.મેં બહારથી સાદ દીધો કે હે અલ્લાહની બંદીઓ અલ્લાહના વાસ્તે એને ન ખાઓ.પેલી સ્ત્રી કહેવા લાગી તું કોણ છે.મે કહ્યું હું એક પરદેસી માણસ છું.તે કહેવા લાગી હે પરદેસી ! તું અમારી પાંસેથી શું ઈચ્છી રહ્યો છે?અમે પોતેજ ભાગ્યના કેદીઓ છીએં.લગાતાર ત્રણ વરસથી ન અમારું કોઈ હિતેચ્છક કે મદદગાર છે.તું અમારી પાંસે શાની અપેક્ષા રાખે છે?
મેં કહ્યું મજુસિયોનીએક જાતિ સિવાય કોઈ ધર્મમાં પણ મુરદારનું માંસ ખાવું જાઈઝ(સ્વીકાર્ય) નથી.તે કહેવા લાગી અમે સૈયદ અને નબીના શરીફ વંશજો છીએ.આ છોકરીઓનો બાપ પણ ઘણો શરીફ હતો.તે પોતાના જેવા નેક માણસો જોડે આ છોકરીઓના નિકાહ કરાવવા માંગતો હતો .પણ તે પળ એને સાંપડી નહીં.તેનો દેહાંત થઈ ગયો.જે વારસો એણે છોડેલો તે પતી ગયો.અમને ખબર છે કે અમારા માટે મુરદાર નું ખાવું યોગ્ય નથી.પરંતુ લાચારીની હાલતમાં યોગ્ય થઈ જાય છે.ચાર દિવસથી અમે ભૂખ્યાં છીએં.અમે કંઈજ ખાધું નથી.
રબીઅ કહેછેકે એની તંગ પરિસ્થિતિ નિહાળી મને રડવું આવી ગયું.રડતાં રદતાં બેચેન દિલથી હું ત્યાંથી પાછો ફર્યો.અને મે મારા ભાઈને કહ્યું કે મારો હવે હજનો ઈરાદો નથી.એણે મને ઘણો સમજાવ્યો.હજના સદાચાર અને ગુણો બતાવ્યા.હાજી હજ કરીને પરત થાય છે ત્યારે એવી સ્થિતિમાં હોય છે કે એના ઉપર કોઈ ગુનો રહેતો નથી(એના ગુનાહો માફ થઈ જય છે).વિગે વિગેરે.મેં ઉત્તર આપ્યો લાંબી ચોળી વાતો છોદી દો..
આ કહીને મેં મારા કપડાં અને અહેરામની ચાદરો(હજ દરમિયાન પહેરાતી સિવ્યા વિનાની બે ચાદરો)અને જે કંઈ સામાન મારી પાંસે હતો તે લીધો અને રોકડા છ્સો દિરહમ હતા તે પણ સાથે લઈ લીધા.એમાંથી સો દિરહનો લોટ ખરીદ્યો.અને સો દિરહમના કપડાં ખરીદ્યાં.અને બાકી બચેલા દિરહમો લોટમાં સંતાડી પેલી ઘરડી સ્ત્રીનાં ઘરે પહોંચાડી આવ્યો.તે સ્ત્રીએ અલ્લાહનો આભર માન્યો,અને કહેવા લાગી હે ઈબ્ને સુલેમાન અલ્લાહ પાક તાર બધાજ આગલા પાછલા ગુનાહ (પાપો)) માફ કરે.અને પોતાની જન્નતમાં તને જગ્યા અર્પણ કરે..અને એનો એવો બદલો તને આપે કે તને પોતાને પણ એ દ્ર્શ્યમાન થઈ જાય.સૌથી મોટી છોકરીએ દુવા આપતાં કહ્યું કે તારો બદલો અલ્લાહ બેવડો કરી દે અને તારા ગુનાહ માફ કરી દે. બીજી છોકરીએ કહ્યું: જેટલું તેં અમોને આપ્યું છે એનાથી અલ્લાહ પાક તને અતિશય બદલો અર્પે.ત્રીજી છોકરીએ કહ્યું કે અમારા દાદા(હજરત મુહમ્મદ સલ.)સાથે તારૂં સાનિંદ્ય થાય.ચોથીસૌથી નાની છોકરીએ કહ્યું કે હે અલ્લાહ જેણે અમારા પર એહસાન કર્યું છે તું એને એનો બદલો ઘણી જલ્દી અર્પણ કર.અને એના આગલા અને પાછલ તમામ પાપો માફ કરીદે.
રબીઅ કહેછે હજનો કાફલો રવાના થઈ ગયો/અને હું લાચારીએ કુફામાંજ પડ્યો રહ્યો.
તે બધા હજ કરીને પરત પણ થયા.મને વિચાર આવ્યો કી આ હાજીઓનું હું સ્વાગત કરું.એમનાથી મારા માટે દુઆઓ કરાવું.કે એની મકબૂલ(સ્વીકૃત) દુવા મને પણ લાગી જાય.જ્યારે હાજીઓનો એક કાફલો મારી સમક્ષ આવ્યો ત્યારે મને હજથી વંચિત રહેવાનો ઘણો અફસોસ થયો.અને વેદનાને લીધે મારાં અશ્રુ સરી પડ્યાં.જ્યારે હું એમને મળ્યો,મેં એમને દુવાઓ દીધી કે અલ્લાહ પાક તમારી હજ કબૂલ ફરમાવેઅને તમે કરેલા ખર્ચનો તમને બદલો આપેએમાંથી એક માણસે પૂછ્યું આ દુવા કેવી?
એવા માણસની દુવા જે અલ્લાહનાઘરના દવાજા સુધી પહોંચવાથી વંચિત રહી ગયો હોય.તે કહેવા લગ્યો ઘણા આશ્ચર્યની વાત છે ,જાણે તું ત્યાં ન આવ્યો હતો એવી વાત કરે છે.શું તું અમારી સાથે અરફાતના મેદાનમાં ન હતો.તેં અમારી સાથે શેતાનને કાંકરા નથી માર્યા,તેં અમારી સાથે કાબાનો તવાફ નથી કીધો?
હું મારા દિલમાં વિચારવા લાગ્યો કે આ અલ્લાહનું ઈનામ છે. એટલામાં માર શહેરનાં હાજીઓનો કાફલો આવી પહોંચ્યો.મેં એમને કહ્યું અલ્લાહ તઆલા તમારી સઈ(કાબા પાંસે આવેલીસફા મરવાની પહાડીઓ છે .ત્યાં સાત વાર દોડવાની પ્રક્રિયા)કબૂલ ફરમાવે અને અને અને તમારી હજ કબૂલ ફરમાવે..તેઓ પણ એવું કહેવા લાગ્યા કે તું અમારી સાથે અરફાતમાં ન હતો? શેતાનને કાંકારા મારવામાં સાથે ન હતો?.હવે એનો ઈંનકાર કરી રહ્યો છે?એમાંથી એક માણસ આગળ વધ્યો અને કહેવા લાગ્યો ભાઈ શા માટે ઈંનકાર કરો છો?શી વાત છે? તમે અમારી સાથે મક્કામાં નહિ હતા?મદીનામાં નહીં હતા?.જ્યારે અમે નબી સાહેબની કબરની જિયારત કરીને બાબે જિબ્રીલ(એક દરવાજાનું નામ) થી બહાર નીકળી રહ્યા હતા, તે સમય અતિશય ગિર્દીને લીધે તમે આ થેલી મને અમાનત રાખવા માટે આપી હતી.જેની મહોર પર લખ્યું છે (મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફો કમાય છે.આ તમારી થેલી તમને પરત કરૂં છું.
રબી કહે છે અલ્લાહ સાક્ષી છે કે મેં એ થેલી પહેલાં કદી જોઈ ન હતી.એને લઈને હું પરત થયો.ઈશા(રાત્રિ)ની નમાઝ પઢી.મારો વજીફો(ઈશવર રટણ) પૂરો કર્યો.અને એજ વિચારમાં ખોવયેલો જાગતો હતો કે આખરે આ શું કિસ્સો છે? એટલામાં મારી આંખ લાગી ગઈ. નિંદ્રાવસ્થામેં હજરત મુહમ્મદ સલ્.ની ઝિયારત(દર્શન) કીધી.મેં નબી સલ. ને સલામ પેશ કર્યું.અને તેમના હાથ ચૂમ્યા.નબી સલ.એ સ્મિત ફરમાવ્યું અને સલામનો જવાબ આપ્યો.અને ઈર્શાદ ફરમાવ્યો ! હે રબી અમે કેટલા સાક્ષી આના ઉપર પેશ કરીએં?તેં હજ કરી છે, અને તું માનતો નથી.સાંભળ વાત એમ છે કે..જ્યારે તેં પેલી સ્ત્રીપર જે મારી ઓલાદ(સંતતિ)માંથી છે. તેં દાન કર્યું અને તારો સફરનો ખર્ચ કરુણા સાથેઆપી દીધો. પોતાની હજ તેં મુલ્તવી રાખી.તો મેં આલ્લાહ સુબ્હાન તઆલાથી દુવા કરી કે તે એનો શ્રેષ્ટમ બદલો તને અર્પણ ફરમવે.તો હક તઆલા(અલ્લાહે)એ એક ફરિશ્તો તારી સિકલનો બાનવી હુકમ કર્યો કે કયામત સુધી તે પ્રતિ વર્ષ તાર તરફથી હજ પઢે.અને દુનિયામાં તને આ બદલો આપ્યો કે છસો દિરહમના બદલે છસો અશરફિઓ તને આપી.(જે એણે આપેલા માલથી મોટા પ્રમાણમાં હતો) તું તારી આંખોને ઠંડી કર.પછી હજુ સલ.(નબી સાહેબ)એ તેજ શબ્દો દોહરાવ્યા(મન આમલના રબિહ)જે અમારી સાથે ભલાઈનો મામલો કરે છે નફોજ કમાય છે.રબી કહેછે કે –હું સૂઈને ઉઠ્યો. અને થેલીને ખોલી તો એમાં છસો અશરફીઓ હતી.(રસ્ફત્લ સાવી)
(ફાઝાઇલે હજ-કર્તાશેખુલ હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા (રહ..)ઉર્દ્દૂમાં પાન નં321થી 323કિસ્સા નં.69 સત્ય ઘટના)
સુબ્હાનઅલ્લાહ !
By: હમઝા ઘાંચી on 11/30/2011
at 8:21 AM