Posted by: bazmewafa | 07/03/2009

આધ્યાત્મિક પયગંબરોએ બતાવેલા અખ્લાકો(ચારિત્ર્યતા)—સૈયદ અબુલહસનઅલી નદવી

પયગંબરોએ બતાવેલા અખ્લાકો(ચારિત્ર્યતા)—સૈયદ અબુલહસનઅલી નદવી

પયગંબરોની શિક્ષાથી જે ચારિત્રયતા જન્મે છે તે પ્રસ્થાપિત હિતોથી પવિત્ર હોય છે.નફો હોય કે નુકસાન .પ્રાણ જાય કે બચે.તેઓ ઉચ્ચ ચારિત્રયતાને  ત્યાગતા નથી.હજરત મુહમ્મદ સલ..ના શિક્ષણથી એવી માનસિક વૃત્તિ કેળવાઈ હતીકે ખલીફા ઉમર બીન અબ્દુલ અજીઝ( જે તે વખતે સભ્ય વિશ્વના મહાન સત્તાધીશ હતા)એક રાત્રે રજયકારભારનું કોઇ કામ કરી રહ્યા હતા.તે વેળા એક મુલાકાતી આવી પડ્યા.તે સલામ કરીને ખબર અંતર પુછવા લાગ્યો..એમણે જવાબ આપવા પહેલાં દીવો હોલવી નાંખ્યોબીજો ઝગમગતો દીવો મંગાવ્યો.આંગતુકે આ અંગે ઉત્તર માંગ્યો.તો એમણે કહ્યું કે તે દીવો બયતુલ માલ(સરકારી માલ)નો હતો.આપને હવે અંદરોદર ખાનગી વાતો કરવા લાગ્યા છીએં,એટલાં માટે પેલા દીવાને બુઝાવી નાંખ્યો.જો તેના પ્રકાશમાં ખાનગી ઘરેલું વાતો કરીશ તો અલ્લાહને શું જવાબ આપીશ?આવા નમૂનાઓ ક્રેમલીન(સામ્યવાદ)ના વિસ્તારોમાં મળી શકશે?આ ચારિત્ર્યતા,અને અત્મ ગૌરવની ઊંચાઈ એ રાષ્ટ્રોની સમજના બહાર છે.એ વધુમાં વધુ આટલું વિચારી શકે છે જે એમના વૈચારિક ઉડ્ડયનની સીમા છે :કે દરેક મનુષ્યને પેટ ભરીને ખાવાનું આપો,અને રહેવાનું મકાન હોય,મજદૂરી ન કરાવો,.ઇચ્છાઓનું બહુમાન કરો.. બીજા ખલીફા હજરત ઉમર(રદી.) જે ઈરાન અને રોમન સમ્રાજ્યના મહાન વિજેતા હતા.એમના સમયમા દુષ્કાળ પડ્યો,તો સારા ખાવાનાને  પોતાના પર પ્રતિબંધિત કરી દીધું.એમનો રંગ શ્વેત અને રતુમડો હતો.પરંતુ સામાન્ય અપુરતો ખોરાક ખાવથી ચામડીનો રંગ ઘઊં વર્ણો થઈ ગયો હતો

 

(પયામે ઇંસાનિયત 42-43 ઉર્દૂમાંથી અનુ.વફા)).


Responses

  1. I thought this event took place with Hazarat Ali Radiullah.About Baytul Maal>

    Sapana


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers