Posted by: bazmewafa | 07/03/2009

ગઝલ* તમે મૂસ્કાન દઈ બેઠા –બાબુ પટેલ

તમે મૂસ્કાન દઈ બેઠા –બાબુ પટેલ

 

મળી આંખે,   જરા આંખો  અને મસ્તાન   થઈ બેઠાં

નયનના  એક  પલકારે  તમે   મૂસ્કાન   દઈ  બેઠા

 

ભરી  રંગો  ધરા પર પાનખરના પાન  થઈ  બેઠા

ખરી ને એજ  ધરતી પર તમે કુરબાન  દઈ  બેઠા

 

 અમે  કેવા  હતા  કોના  હતા એ  વાત ના જાણી

અવાચક  બંધ  હોઠો ને  તમે પરવાન  દઈ  બેઠા

 

તમારી  વાતના  આંસુ  સરી  સુકા  પ ડ્યાં   ત્યારે

મળ્યાં  બે  બુંદ  સામેથી  તમે  સન્માન  દઈ  બેઠા

 

બધી વાતો નકામી બસ ફગાવી દઈ જમાનાની    

અજાણ્યા  લોકમા  આવી તમે  દિલ દાન  દઈ  બેઠાં

 

વસંતોને    વધાવી   બાગમાં    ફોરમ   નિતારી  ને        

સમાવી પવન  ને શ્વાસે  તમે એક તાન  દઈ   બેઠા

 


Responses

  1. Nice lines.

    વસંતોને વધાવી બાગમાં ફોરમ નિતારી ને

    સમાવી પવન ને શ્વાસે તમે એક તાન દઈ બેઠા

    I like the gazzal so much.

    Sapana

    Pls visit my site too!!

    Sapana


Leave a response

Your response:

Categories