સરપંચ—-મસ્ત હબીબ સારોદી
આ અમારા ગામના સરપંચ છે,
પોતે ચાલે છે હવાની જોઈ રૂખ.
એમનું વ્ય્ક્તિત્વ પણ છે આગવું,
સૌ પ્રપંચીઓના છે પોતે પ્રમુખ.
ત્રાસ રૂપ જાણે છે, આખા ગામ પર,
થૈ ગયું છે, ગામનું જીવન કઠિન
એ જશે તો એટલું નિશ્ચિંત છે,
ગામ આખામાં પળાશે મુકતિ દિન.