Posted by: bazmewafa | 06/28/2009

ગઝલ*પેપર વેટ છે—એમ.ઝફર

પેપર વેટ છે—એમ..ઝફર

દશા આ કાફિયાની જાણે પેપરવેટ છે

રદીફ ઉભો બિચારો જાણે સબ્જ્યુગેટ છે

 

ગઝલ બોડી બનીને કેમ આ ફર્યા કરે

વજન શેરો તણું તો  ખાસું અપટુડેટ છે

 

ઘસી નાંખો તમે પણ જોડકણાં થોડા ઘણાં

પ્રસંશા કાજ ઊભેલી આખી  સિંડિકેટ છે

 

બનાવો બ્લોગ  ચોરીની ગઝલો તફડંચી કરી    

જગતમાં  પણ ઘણી ચીજો તો  ડુપ્લીકેટ છે

 

ખરેખર  થાબડો   પીઠો ચાડિયાઓ તણી

ઉડાડે છે ખગોને ખેતરેથી એ તો ટ્ર્મ્પેટ   છે

 

વિવેચક બ્લોગના ડસ્ટબીનો જોતો નથી

થવા દો આમ જે  પણ બન્યું  એ ડ્યુએટ છે

 

ખપાવી દો વિચારો સેકન્ડ હેંડ નૂતન કહી

ભલે આકાર  પણ  એનો  કૈં રસ્ટીકેટ છે

 

‘ઝફર’ ક્ષમા જરા યાચું  આ છંદો ભંગ કરી

કરું શું એ બધું સાલું તો  કોમ્પલીકેટ છે

 


Leave a response

Your response:

Categories