Posted by: bazmewafa | 06/22/2009
ગઝલ* લોક માટે વ્હાલ—નયન દેસાઈ
લોક માટે વ્હાલ—નયન દેસાઈ
અર્થ ના સૌ ખ્યાલ ઓઢીને ફર્યો
શબ્દ બેમિસાલ ઓઢીને ફર્યો
થૈ ગયો છું ન્યાલ ઓઢીને ફર્યો
હું ગઝલની શાલ ઓઢીને ફર્યો
ખેસ ગાલિબનો વિંટાળ્યો મેં કદી
તો કદી ઇકબાલ ઓઢીને ફર્યો
યાદને કયારેયના ભૂલી શક્યો
કેં સદા ગઈકાલ ઓઢીને ફર્યો
સૌ દગાબાજી સતત કરતા રહ્યા
લોક માટે વ્હાલ ઓઢીને ફર્યો
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Nayan Desai, Sher, Shero shayri
આપના પ્રતિભાવ