Posted by: bazmewafa | 06/21/2009
વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી
વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ-મુસાફિર પાલનપૂરી
બની ગઈ નીંદરો વેરી, વ્યથાઓ રૂબરૂ થઈ ગઈ
મળી નજરોને જાણે દર્દની મોસમ શરૂ થઈ ગઈ
ન ઈચ્છાના વિહારો છે ,ન મરજીના વિસામા છે
હતી જે પ્રીતની વેલી તે વિકસીને તરૂ થઈ ગઈ
મને સંસારની કેડીજ લઈ ગઈ સ્વર્ગના દ્વારે
કથિર માની હતી જેને એ સોનાનો ચરૂ થઈ ગઈ
સમય ફરતાંજ વૈરી થઈ ગયા સૌ પ્રાણ પ્યારાઓ
ગુલાબોની હતી કળિયો એ જાણે ગોખરૂ થઈ ગઈ
હજું તો આ કલાપંથે ખરેખર મારું પગરણ છે
બળતરા કેમ હમણાથી હરીફોમાં શરુ થઈ ગઈ
કવિતાએ ‘મુસાફિર’ નામ જીવનનું દીપાવ્યું છે
ગણી’તી વેદના જેને અમારી આબરૂ થઈ ગઈ
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Musafir Palanpuri, Shero shayri
સરસ ગઝલ! આભાર !
૨૧/૦૬/૨૦૦૯ કવિ શ્રી મુસાફિર પાલનપુરી નો જન્મ દિવસ હતો આ જન્મદિવસ ની ભેટ તો નથી ને ? કે પછી એક જોગાનુંજોગ….
હજું તો આ કલાપંથે ખરેખર મારું પગરણ છે
બળતરા કેમ હમણાથી હરીફોમાં શરુ થઈ ગઈ
વાંચો એમના જન્મદિવસે એક વળી એમની ગઝલ
http://sspbk.wordpress.com/2009/06/22/khabar-na-pade/
By: 'ઈશ્ક'પાલનપુરી on 06/22/2009
at 9:19 AM