ઈલાહી ગવાહ છે—અમૃત ઘાયલ
જવાળા છે વડવાનલ છે જબરદ્સ્ત દાહ છે
આ દાહનુંજ દોસ્ત ખરું નામ ચાહ છે
હોવા છતાં પનાહ, બધા બે પનાહ છે
આ આપણી હયાતી અજબ સેરગાહ છે
વર્ષોથી જેની ખોજમાં વિહવળ નિગાહ છે
કહે છે કે આ શહેરમાં એક કજકુલાહ છે
જુલ્ફો સિયાહ જાણે કે એક રાત મેઘલી
આંખો ગઝલી એમની ખ્વાબ ગાહ છે
હરકત દીમાગી કર નહીં પઢ રૂહથી નમાઝ
એ શેખ, આ મસીદ નથી ખાનકાહ છે
ચમક્યું નથી કદાપિ ચમકશે નહીં કદાચ
મારું નસીબ યાને મુકદ્દર સિયાહ છે
ખેંચી ગાઈ’તી મુજને તરસ મયકદે ધરાર
’ઘાયલ’ ખરું કહું છું ઈલાહી ગવાહ છે
કજકુલાહ= બાંકી અદા
ખાનકાહ=આશ્રમ
સિયાહ=શ્યામ
ગવાહ=સાક્ષી
ઈલાહી=અલ્લાહ
આપના પ્રતિભાવ