મુશ્કિલ છે દોસ્ત—અમૃત ઘાયલ
મારા વિચારે મૌનમાં તારું સરી જવું
ને ઊંડે ખૂબ ઊંડે પછી ઊતરી જવું
છે યાદ કેવી રીતે ભૂલું ક્ષણ રતૂંમડી
મુજ આવવું અને તારું સ્વેદે નીતરી જવું
મારું નીકળવું સાંજના તારી ગલી વિશે
ને હાય તારું નીચું જોઈ નીસરી જવું
મારું તડપવું ,રડવું સતત ઝૂરવું અને
નજરોથી તારી તું સદા તર કરી જવું
મિત્રો નથી સહેલ પરંતુ કઠિન છે
આ કાળજામાં નામ કોઈ કોતરી જવું.
ક્યાં કષ્ટ કયાં પડે છે ભલા એમાં કોઈને
બહુ નાની સૂની વાત છે બોલી ફરી જવું
કે કામ લેવું હાથમાં છે મોટી વાત પણ
એનાથી મોટી વાત છે પૂરું કરી જવું
‘ઘાયલ’તરે છે દ્રષ્ટિમાં દ્ર્શ્યો બધાં હજી
મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસ્મરી જવું.
(આઠો જામ ખુમારી-835)
thanks for it i like it .keep it up & up
pls see ‘
ઘાયલ’તરે છે દ્રષ્ટિમાં દ્ર્શ્યો બધાં હજી
મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસ્તરી જવું.
may be type mistake ‘visari’insted of ‘વિસ્તરી’or may be i wrong
By: 'ISHQ'PALANPURI on 06/07/2009
at 4:06 AM
Thankyou very much Bhai ‘ISHQ”Palanpuri.
The wrong spelled word is being corrected
with regards
wafa
By: bazmewafa on 06/07/2009
at 4:21 PM
ક્યાં કષ્ટ કયાં પડે છે ભલા એમાં કોઈને
બહુ નાની સૂની વાત છે બોલી ફરી જવું khub saras
By: lalit rajyaguru bagdana on 07/28/2010
at 7:50 AM