Posted by: bazmewafa | 05/31/2009
નઝમ:સ્વપન ખોઈ બેઠા—સૈફ પાલનપુરી
સ્વપન ખોઈ બેઠા—સૈફ પાલનપુરી
ખર્યાને ખરીને ગગન ખોઈ બેઠા
રૂપાળું રૂપેળી વતન ખોઈ બેઠા
સિતારાઓ એવો કયો ચાંદ જોયો?
કે આવ્યા ધરા પર ને મન ખોઈ બેઠા?
અકિંચનનું મોંઘેરું ધન ખોઈ બેઠા
ગુલાબી બુલાબી સ્વપન ખોઈ બેઠા
વિરહ રાત તારા કદમના પ્રતાપે
અમે બોલતી અંજુમન ખોઈ બેઠા
આ એકાંત પણ હાય કેવું છે નિર્દય
અમસ્તા અમસ્યા ચીડવવાને ખાતર
કહે છે મને કે શું શોધી રહ્યા છો?
શું કોકે દીધેલું વચન ખોઈ બેઠા?
જુવાનીમાં આંસુ ન હો જે નયનમાં
એ નયનો ખચિત છે દયા ખાવા લાયક
ખરેખર અભાગી ઉપવનો જે
વસંતોના દિનમાં સુમન ખોઈ બેઠા
તમે તાજ મહેલની કબ્રો ઉપર જઈ
ન શોધો પ્રણયની ચિરંજીવ ગાથા
મળી આવો જઈને જરા એ જીવોને
મરણ પહેલાં જેઓ જીવન ખોઈ બેઠા
ન પહેલાં જેવું છે હસવું તમારું
ન પહેલાં જેવી છે વાતો તમારી
છે તમને તમારી યુવાનીનાં સોગંદ
કહો ‘સૈફ’. શુ કયાંક મન ખોઈ બેઠા?
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Saifpalanpuri, Shero shayri
આપના પ્રતિભાવ