રૂબાઈયાતે સિરાજ :સિરાજ પટેલ ‘પગુથનવી’ ના મુકતકો
1
ડસ્ટબીનમાં નાંખીશું
અમે તો લાલ ને પીળાબધે ફુગ્ગા ઉડાડીશું
પછી વરરાજાને મોટા મહારાજા બનાવીશું
ભલે સુદાન માં ભૂખે મરે લોકો અમારે શું
અમે તો દેગોને દેગો અહીં દસ્ટબીનમાં નાંખીશું
2
બારસો ખર્ચાય છે
લોક બિરયાનીને ઝરદો ખાય છે
મુસેભાઈની વાહ વાહ થાય છે
શાદીના ખર્ચાની તો વાતજ ન પૂછ
સ્ટેજમાં જયાં બારસો ખર્ચાય છે.
3
કેક કાપીશું
અમેતો સ્ટેજ પર બે મણનો મોટો કેકે કાપીશું
ભગત અહીં,દેગડીમાં મૂકીને મુખવાસ આપીશું
અમે વહોરા ,ગમેછે મારવાનો વટ અમોને તો
ફરારી કે લીમોઝીનમાં બેસેને મ્હાલીશું
4
સનમ હોટલની કબાબમાં
આજે કરીમમાં તો કાલે નવાબમાં
પૂછો તો ઘરનું ક્યાં ભાવે જવાબ માં
ખાયા કરો ડેડી તમે આ દાળ રોટલી
દીકરાને મઝા અવે સનમની કબાબમાં
(કરીમ અને સનમ૰ માંચેસ્ટર યુ.કેની હોટલો)
વાહજી વાહ!
By: kirankumar chauhan on 11/20/2009
at 12:21 AM