Posted by: bazmewafa | 05/28/2009
ગઝલ*રઝળતી દીવાલો—મનોજ ખંડેરિયા
રઝળતી દીવાલો—મનોજ ખંડેરિયા
પડયાં ગાબડા ને કથળતી દીવાલો
ગુફામાં હએ પાછી વળતી દીવાલો
તરડ બારણામાં ઝીણી હોય તો પણ
કો’દી ત્યાંતી ભાગી નીકળતી દીવાલો
દિવસ ભર રહે ઊભી લઈ ઘરનો ટેકો
અને કયાંય રાતે રઝળતી દીવાલો
ઝીણાં છિદ્રથી આવે ચાંદરણા ફીકાં
શિશુ જેમ એને ચગળતી દીવાલો
સમયની તીણી સાંગ પથ્થરને ચીરે
ચીસો પાડે લોહી નીકળતી દીવાલો
હવે ક્યાંક ખુલ્લામાં રહેવાને ચાલો
અહીં ચોતરફછે ઊકળતી દીવાલો
(અચાનક)
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Manoj Khanderia's Gazhal, Shero shayri
આપના પ્રતિભાવ