Posted by: bazmewafa | 05/28/2009
ગઝલ*કાગળની ભીંતમાં—રતિલાલ ‘અનિલ’
કાગળની ભીંતમાં—રતિલાલ ‘અનિલ’
ચમકે છે વીજળી હવે કાજળની ભીંતમાં
પડછાયા પ્રજવળી ઊઠ્યા વાદળની ભીંતમાં
જયોતિએ અંધકારને આકાર કંઈ દીધા
પડછાયા પ્રજવળી ઉઠયા વાદળની ભીંતમાં
અસ્પષ્ટ એક રૂપમાં વૈવિધ્ય એટલું
થોડાંક બિંદુઓ હતા વાદળની ભીંતમાં
દિવસો પછી ય આજ વાંચ્યા કરું છું હું
અક્ષર લખી દીધા હતા એક પળની ભીંતમાં
સ્મરણે મધુર નામની યાદી હું જોઉં છું
શાં મૃત પતંગિયા જડ્યા કાગળની ભીંતમાં
મૃત્યું પછી તો કોણ જાણે શું ય આવશે
સૂનકાર પણ જદાયો હો આગળની ભીંતમાં
શયતાનને તો મોકળું મેદાન સાંપડ્યું
ઈશ્વર આ કેદ થઈ ગયો મંગળની ભીંતમાં
ફ્રુજે છે તરફડાટથી કંઈ એમના ‘અનિલ’
હરણાંઓ કેદ થઈ ગયા મૃગજળની ભીંતમાં
(અલ્વિદા)
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Anil, Shero shayri
આપના પ્રતિભાવ