તું લંબાવે હથેલી—રાજેન્દ્ર શુકલ
છલોછલ જે ભર્યુંતું તે કર્યું ખાલી હવે.
તું લંબાવે હથેલી તો દઉં તાલી હવે.
નિમંત્રણ વિણ મહેફિલમાં આવી ચડ્યો,
રજા આપી શકે જો તું જઉં ચાલી હવે.
ગયાં પર્ણો, ખર્યા પુષ્પો, વસંતો પન ગઈ,
અચાનકા એકલી આ વેલ કૈં ફાલી હવે.
પદારથ પિંડમાં અને પિંડ આ બ્રહ્માંડમાં,
સકલ પીડા ય તે લાગે વહાલી હવે.
મળ્યો અવસર, અમોલખ આંગણે આવી ઊભું,
અદીઠાનું અડોઅડ તે લિયો ઝાલી હવે.
આપના પ્રતિભાવ