Posted by: bazmewafa | 05/26/2009
ગઝલ*તારો વિચાર આવે¬—હર્ષદ ચંદારાણા
તારો વિચાર આવે¬—હર્ષદ ચંદારાણા
તારો વિચાર આવે હવે હાથવેંતમાં
ખળ ખળ થતી થાય નદી હાથવેંતમાં
તારું મિલન ભલે અહીં પળવાર સંભવે
પળનો પછીથી અર્થ સદી હાથવેંતમાં
બે હાથથી ઉપડતો નથી ઠાલા છે પ્રયાસ
તારી ચબીનો ભાર જરા હાથવેંતમાં
ધરતીની જેમ કંપે હથેળી જો સ્પર્શથી
કેવા થનાર ધ્વંસ હજી હાથવેંતમાં?
મોજાં સમી હજાર છે કલ્પનની આવ-જા
દરિયાઓ ઘૂંઘવે છે વળી હાથવેંતમાં
Like this:
Be the first to like this post.
આપના પ્રતિભાવ