‘ બેફામ ‘ના મકતાના શેરોનો વિષાદ-’બેફામ’
1
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
2
જગતમાં સ્વાસ વિના કંઈ કમી નથી બેફામ
પવન તો કબ્રની ફરતોય અવતો જ રહ્યો
3
અપાર કેમ ખુદાની દયા હશે બેફામ
શું માનવીના ગુનાહમાં કસર રહેલી છે
4
થજો ગઝલ્નું ભલું કે મને હતું બેફામ
હૃદયનાં દર્દની મુજથી પુકાર નહિ થાશે
5
હરેક પ્રસંગ પ્રણયનો વિશિષ્ઠ છે બેફામ
કહાણી જાણે કે થઈ ગઈ ખલાસ લાગે છે
6
એ તારી દ્ર્ષ્ટિમાં બેફામ થઈ ભટકવાનો
જે તારી નેન સુરાનુ6 જગત નિહાળી લે
7
ફરી ન આવી શકે મારી જિંદગી લૂંટવા
મરણની કેદ છે બેફામ આ મઝાર નથી
8
પ્રણય કહાની જગતને હું શું કહું બેફામ?
છે એજ વાત જે એને ગમી નથી હોતી
9
અકાળે મારશે નહિતો મને જગત બેફામ
છુપાઈ રહેવાને માટે મઝાર શોધું છું.
10
જીવનમાં આવી છે સંપૂર્ણ જાગ્રતિ બેફામ
દિવસના પણ હું હવે અંધકાર જોઉં છું
11
ખુદાને યાદ કરું નહિ તો ,શું કરું બેફામ?
આ સંકટોતો ઈબાદતને ભૂલાવી દેશે
મકતા:ગઝલનો અંતિમ શેર,જેમાં શાયરનું તખલ્લુસ પણ સમાવિષ્ટ હોય છે.
આપના પ્રતિભાવ