Posted by: bazmewafa | 05/26/2009
ગઝલ*લાગે શહેર મારું—રમેશ પારેખ
લાગે શહેર મારું—રમેશ પારેખ
લાગે શહેર મારું આ ઉઠતી બજાર કેમ?
લેતી હવાલો મારો ઉદાસી ધરાર કેમ?
ઝેરી હવાનો ચાલે અહીં કારોબાર કેમ?
મુરઝાવતી મનુષ્યને ખીલતી બહાર કેમ?
જુએ મનુષ્ય પુષ્પનું સપનું જરીક ત્યાં,
કાંટાઓ એને વાગે ચરણમાં હજાર કેમ?
સોદાઓ થાય પ્રેમમાં ને ધર્મમાં અહીં,
લોકો કરે છુરીના પરસ્પર પ્રહાર કેમ?
વ્હાલપના હર મુકામ અહીં ધ્વસ્ત કેમ થાય?
ધિક્કારનોજ થાય ઉઘાડો પ્રચાર કેમ?
ખાતા વહીમાં વહાલ તું જમા કર્યા કરે,
માંડે રમેશ તાર ગુનાઓ ઉધાર કેમ?
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ramesh Parekh, Shero shayri
આપના પ્રતિભાવ