Posted by: bazmewafa | 05/23/2009

મૌલાના અબુલ કલામ આઝાદ: આજના મહાન અકબર—સી.રાજગોપાલાચાર્યજી

મૌલાના અબુલ કલામ આઝાદ: આજના મહાન અકબર—સી.રાજગોપાલાચાર્યજી

 જો આજે ભારતમાં આપણા દેશ પર 400 વર્ષ પૂર્વે શાસન કરનાર મહાન અકબરની અગાધ સમજ અને સેળભેળયુકત વિચારસરણી દર્શાવનાર કોઈ ન હોય તો મૌલાના અબુલ કલામ આઝાદ તો છે.અકબર પણ તેના અનુગામી મુસલમાનોથી નિરાશ થયા હતા તો મૌલાના અબુલ કલામા આજે સંગથિત મુસ્લિમો તરફથી કોઈ પ્રતિભાવ ન પામે તો શા માટે આપણને નવાઈ લાગવી જોઈએ, તેમ છતાં ઈતિહાસ અને મહાન તેજસ્વી સ્ત્રી-પુરુષોના વિચારો,જ્યારે લાગણીઓ શાંત પડી જાય અને માનવીના નિર્ણયો મુક્ત બન્યા હોય ત્યારે મૌલાનાની સેવાઓની કદર કરવામાં નિષ્ફળ જશે નહિ. કેમેરા તેમજ આકસ્મિક મુલાકાતી માટે મૌલાનાનો ચહેરો ગંભીર છે.પરંતુ જેઓ તેમનાથી વધુ નજીકથી આવીને સ્પર્શ્યા છે તેમને હાસ્ય અને સૌજન્યશીલતાની અસિમ ભાવના જાણવા મળી છે.તેમનો વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિકોણ અને વિસ્તૃત વિદ્વતા અંગ્રેજા યુનિવર્સીટીના શિક્ષણ સાથે જોડઅયેલાઓ માટે આવાં લક્ષણો આશ્ચર્ય જનક છે.
આગ્રામાં અકબરની કબરનાં મહાન ઓરડાઓમાંથી એકમાં કોઈ પણ સમયે જો ધર્મ અને સંસ્કૃતિઓની પરિષદ મળે અને તેમાં મને સહભાગી બનવાનું થાય તો અધ્યક્ષપદના સ્થાન માટે મૌલાના અબુલ કલામની દર્ખાસ્ત હું રજું કરું.

(અબુલ કલામ આઝાદ- વેરિન્દર ગ્રોવરપૃ-227)


Leave a response

Your response:

Categories