Posted by: bazmewafa | 05/23/2009
ગઝલ*હું બનીને આયનો—મધુકર ઉપાધ્યાય
હું બનીને આયનો—મધુકર ઉપાધ્યાય
હાથ જેવો હાથ તાળી દે અને જોયા કરું,
ખાબકીને ઝાંઝવામાં હું મને જોયા કરું.
હું નથી કૈં જાળ, જળ કે મીન પણ એટલે,
કાંકરી કો નાખતું ને સ્પંદને જોયા કરું.
જે સતત ગુંજ્યા કરે આ વિશ્વના ગુંબજ મહીં,
આંખ મીચી એ અનાહત નાદને જોયા કરું.
હું હવે તો હુંજ છું, બસ હુંજ મારી સોબતે,
હું બનીને આયનો, મુજ બિંબને જોયા કરું.
શોધમાં જેની હતો એ શું હતું ને ક્યાં ગયું?
મંઝિલે પહોંચ્યા છતાં પંથને જોયા કરું.
Like this:
Be the first to like this post.
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, MadhukarUpadhyaya, Shero shayri
આપના પ્રતિભાવ